________________
( ૧૧ ) ભદ્ર, આહંત સિદ્ધાંતમાં આશ્રવને માટે જે ધ્યાન આપેલું છે, તેને તને પ્રત્યક્ષ અનુભવ થયો છે. એ તારે કલ્યાણની વૃદ્ધિ કરનાર છે. આશ્રવ એ ખરેખરું વિચારણીય તત્વ છે. સંસારી પ્રાણીને કર્મને બંધને મુખ્ય હેતુ આશ્રવજ છે. જ્યાં સુધી આશ્રવ તત્ત્વનું સ્વરૂપ યથાર્થ રીર સમજવામાં આવે નહીં, ત્યાં સુધી પ્રાણી કર્મના જાળમાંથી મુક્ત થઈ શકતો નથી. પવિત્ર પ્રવાસી, હવે હું અને હીથી જાઉં છું. તું તારે પવિત્ર પ્રવાસ આગળ ચલાવજે. તારે માર્ગ શિવકારી થાઓ.
જ્ઞાનવીરનાં આ વચન સાંભળી જનપ્રવાસી સંતુષ્ટ થશે. તપ આ જ્ઞાનવીરનો વિયોગ થાય છે એ અનુચિત છે, એવું ધારી તેણે ખેદ સહિત જણાવ્યું, મહાનુભાવ, આપે મારી ઉપર અપાર ઉપકાર કર્યો છે. આપને સમાગમ મારા શ્રેય માર્ગમાં સારી રીતે સાર્થક થયે છે, તથાપિ આપને વિયોગ મને અરૂચિકર લાગે છે, તો આપ કૃપા કરી મારા અંતર પ્રદેશમાં નિવાસ કરો. આ પના શરણ વિના મારા કાણને માર્ગ પ્રતિબદ્ધ થશે.
જ્ઞાનવીર ગર્જના કરી બે–તે પવિત્ર પ્રવાસી, તું નિશ્ચિત છે. હું તારા હૃદયમાં વાસ કરીને રહીશ તારા પવિત્ર દયની શીતળ છાયામાં રહેવાથી તેને અનુપમ આનંદ પ્રાપ્ત થશે. જ્ઞાનવીરનાં આ વચન સાંભળી પ્રવાસીને અત્યંત આનંદ થશે. તેણે જ્ઞાનવીરને ભક્તિથી નમન કર્યું અને હૃદયથી તેને ભારે આ ભાર મા, પછી તેણે નમ્રતાથી વિનંતી કરી–મહાનુભાવ, હવે એક્વાર મને પરમધ પ્રાપ્ત થાય તે ઉપદેશ આપે અને આ ભૂમિકાને પ્રવાસ સાર્થક થાય તેવી સુચના આપે.
જ્ઞાનવીરે કહ્યું, ભદ્ર, તારો આ ભૂમિકાને પ્રવાસ અલ્પ રહ્યા છે. આ આશ્રવના મહેલનું ઉલ્લંઘન થયા પછી તરતજ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com