________________
હેય, આહાર નિહાર ચર્મચક્ષુથી અદશ્ય હાય, શ્વાસ
છવાસમાં કમળ જેવી સુગંધ હોય છે. ૧૯ અતિશયે દેવતાઓ કરે છે અને ૧૧ કમરને ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે. જેવા કે સર્વ રોગોનો નાશ. અંતરંગ ૧૮ દૂષણને નાશ. જ્યાં પ્રભુ વિચરે ત્યાં દરેક દિશામા મળીને સવાસો જોજન સુધીમાં પ્રાય: રોગ, મરકી, વૈર, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ આદિ થાય નહિ, કાલેકનું સ્વરૂપ સર્વ પ્રકારે જાણી શકે તેવા કેવલજ્ઞાનની પ્રાપ્તિ. પ્રભુની પૂજ રાજા, બલદેવાદિ, દેવતા, ઇંદ્ર વિગેરે કરે છે અને કરવાની ઈચ્છા રાખે છે વિગેરે વિગેરે એવા પ્રભુના ૩૪ અતિશયો હોય છે. વળી તેમની વાણીના ૩૫ ગુણો હોય છે જેથી દેવતા, મનુષ્ય અને તિર્યંચ પિતપોતાની ભાષામાં સમજી જાય છે.
કુદરતી ઘરવાળા પશુઓ પણ સમવરણમાં પિતાના જાતિવેરને તજી દઇ પ્રભુની અમૃતવાણુને અસ્વાદ લે છે. આવા સમવસરણની રચના મંડપમાં એક બાજુ કરવામાં આવી હતી,
Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com