________________
તપ અને
- -
વાળા જીવો પૂલ હિંસાદિની વિરતિરૂપ અનુવ્રતાને ધારણ ન કરવાવાળા હોય છતાં પણ સામાયિક, પૌષધ, દેશાવકાશિક વિગેરે કરનારા હોય છે. જોકે મુખ્યતાએ ભૂલ હિંસાદિની વિરતિરૂપ જે અનુવ્રત તે રૂપ મૂળગુણ ન હેવાથી તથા ઇંદ્રિયકાયને મનરૂપી બાર અવિરતિમાંથી એકે પણ અવિરતિ ટાળેલી ન હોઈને તેને પાંચમાં ગુણઠાણની પરિણતિ આવી છે એમ નિશ્ચયથી ન કહી શકીએ, પણ નિશ્ચયથી જેને પાંચમા ગુણઠાણાની પરિણતિ ન કહી શકાય તેવાઓને પણ સામાયિક, પૌષધ વિગેરે વિરતિની ક્રિયા કરનારા તરીકે શાસ્ત્રકારો જણાવે છે અને આપણે પણ દેખીએ છીએ. એટલે તેવાઓને કથંચિત્ વિરતિની કટિમાં લઈ વિરતિવાળા મનાય તે આશ્ચર્ય નથી, અને તેવાઓની ભક્તિ તે તરીકે પણ કરવામાં આવે છે તેમાં કોઇપણ પ્રકારની અયોગ્યતા નથી. ગુણઠાણાના નિશ્ચયે વિરતિ નહિ પણ વિરતિના
પ્રભાવે ગુણઠાણું આ સ્થાને એક વાત ધ્યાનમાં રાખવાની છે કે ક્રિયા કરતાં ગુણઠાણાની પરિણતિ આવે છે, એટલે કે તે તે Shree Sudharmaswami Gyanbhandarkararágyainbhandar.com