________________
ઉષાપત
૪૩
મરણભયની વ્યર્થતા ને જન્મ ટાળ્યા
સિવાય મરણની અનિવાર્યતા આ સ્થાને ખરેખર આશ્ચર્યની તે બીના એ છે કે જે વસ્તુ નિયમિત થવાની જ છે, અને જેનો પ્રતિકાર ઇંદ્ર, દેવતા, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, રાજા, મહારાજા, શેઠીઆ, શાહુકાર, નોકર, ચાકર, રંક, દરિદ્ર, કોઈની પણ ઉપર જેને ડંકા વાગ્યા વગર રહ્યો નથી, એટલું જ નહિ પણ ત્રિલોકનાથ તીર્થકર, સર્વ લબ્લિનિધાન ગણધરો લેાકાલોકને દરેક ક્ષણે દેખનાર અને જાણનાર કેવલિભગવંતે તથા એક અંતમુહૂર્તમાં સોળ હજાર, ત્રણસો ત્યાસી મહાવિદેહના હાથી જેટલી શાહીથી લખાય તેવાં શાસ્ત્રોમાં ઉલટસુલટી ઉપયોગ મેલી શકનારા શ્રુતકેવલી મહારાજાઓ પણ જે મરણના પંજામાં સપડાયા સિવાય રહ્યા નથી, તેવા મરણને નિવારી શકાય એમ માનવું કે તેનાથી પર રહેવાના મનોરથ કરવા અથવા તે તેનાથી સમગ્ર જીવન સુધી કરતા રહેવું એ માન્યતા, મનોર અને ડર કેઈપણ પ્રકારે સજજનોને
શેભે તેવું નથી. જે મરણને સર્વથા દૂર કરવું Shree Sudharmaswami Gyanbhandavmarærágyanbhandar.com