________________
ઉપન
૪૨૩
અનુકંપા અને અહિંસાના વિષયની ભિન્નતા
એ પણ યાદ રાખવું કે હિંસા વર્જવાની બુદ્ધિ તે વ્રતને વિષય છે, અને અનુકંપા કરવી તે સમ્યકૃત્વને વિષય છે, અને તેથી બચાવવાની બુદ્ધિવાળાને અનુકંપાનું ફળ જ મળે છે, પણ બચનારના પાપોનું અનુમોદન લાગતું નથી, તેવી રીતે અહીં પણ સમ્યગ્દર્શનવાળા જીવની ભક્તિ કરતાં તે ભક્તિ કરનાર મહાપુરુષને સમ્યગદર્શનાદિની અનુમોદના, સહાય, વિગેરે દ્વારા લાભ જ થાય છે, પણ તે સમ્યગ્દર્શનવાળાના કરેલા પાપનું અનુમોદન તે ભક્તિ કરનારને લાગતું નથી. માટે દર્શનની શુદ્ધતાને કે સામાન્ય દર્શનમાત્રને ધારણ કરનારાઓની ભક્તિમાં સાવઘનિરવદ્યપણું સાધિકરણ નિરધિકરણપણું વિચારવું કે વિચારવાનું કહેવું તે મિથ્યાદર્શન સિવાય બીજું કાંઈજ નથી. વિરતિવાળાઓની વિશેષપાત્રતા અને ચારિત્ર
પદના આરાધના માટે તેની ભકિત મહારાજા શ્રીપાળ ચારિત્રપદને આરાધન કરનારા હાઈ વિશેષ વિરતિવાળાઓની ભકિત કરવામાં લીન થઈ ચારિત્ર
પદનું આરાધન કરે છે એ વાત આપણે ઉપરની ગાથામાં Shree Sudharmaswami Gyanbhandarkarærágyainbhandar.com