________________
૪૦૨
તપ અને
આશ્રવની હેયતા ને સંવરની ઉપાદેયતા ઉપર જણાવ્યા પ્રમાણે રત્નત્રયીની આરાધનાની શ્રેષતાને ખ્યાલ કે છાદિક તવોના યથાર્થપણાને આશ્રવ અને બંધના સર્વથા હેયપણાનો અને સંવર તથા નિજાના સર્વથા ઉપાદેયપણાને ખ્યાલ ખસી જાય ત્યારે વ્યવહાર દૃષ્ટિએ રત્નત્રયીની આરાધના કરાતાં છતાં પણ ભગવાનના શાસનથી ખસી જવાય છે, અને આટલાજ માટે ભગવાન હેમચંદ્રસૂરિજીએ વીતરાગ પરમાત્માની આશાના સ્વરૂપને અંગે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે –
आकालमियमाज्ञा ते हेयोपादेयगोचरा । आश्रवस्सर्वथा हेय उपादेयश्च संवरः ।।
હે ભગવાન ! આશ્રવ સર્વથા છેડવા લાયક છે, અને સંવર સર્વથા આદરવા લાયક છે એવી છાંડવા અને આદરવા સંબંધી આપની આજ્ઞા સર્વકાળમાં એક સરખીજ છે, અર્થાત કોઈપણ કાળે કોઈપણ પ્રસંગે જીવને આશ્રવનું હેયપણું છે એ વાત ધ્યાનમાંથી નીકળી જાય, અગર સંવરનું સર્વકાળે સર્વ પ્રકારે ઉપાદેયપણું
છે એ હકીકત લક્ષ્ય બહાર જાય એટલે તેનાથી વિરૂદ્ધ Shree Sudharmaswami Gyanbhandarukmarærágyainbhandar.com