________________
૩૮૭
શાસ્ત્રકારોએ દેશના દેવાવાળા મહાપુરુષને અંગે પ્રથમ મહાવ્રત એટલે હિંસાદિક સર્વ પાપોની સર્વથા વિરતિની દેશના દેવી એ નિયમ રાખેલે છે, અને તે એટલે સુધી કે જે કોઈ ઉપદેશ દેનાર મનુષ્ય સર્વવિરતિ એટલે સર્વ હિંસાદિ પાપોની નિવૃત્તિની દેશના આપ્યા સિવાય દેશવિરતિ એટલે હિંસાદિકના એક અંશે વિરતિ કરવી તેને ઉપદેશ આપે તો તે ઉપદેશકને પ્રાયશ્ચિત લાગે, કારણ કે પ્રથમ તે જે પાપના એક અંશની વિરતિ કહેવામાં આવે તે સિવાયના અન્ય પાપની અનુમતિ અર્થાતરે અનુજ્ઞા કરેલી ગણવામાં આવે તેવી એક અંશે પણ પાપની અનુજ્ઞાવાળો ઉપદેશ સર્વપાપથી ત્રિવિધ ત્રિવિધ વિકતિ કરનારા માટે યોગ્ય જ ગણાય નહિ, વળી કદાચિત તે શ્રોતા તેવી દેશથી વિરતિ સાંભળીને તે સુખે આચરી શકાય તેવી ગણીને તેમાં જ અવસ્થિત થઈ જાય અર્થાત્ જે અવસાય ઉલ્લાસ પામ્યા હતા તે સર્વવિરતિને પ્રાપ્ત કરાવી શકત તે અધ્યવસાય દેશ થકી પાપની વિરતિ કરવામાં જ રોકાઈ
જત અને તેવી રીતે થયેલું મોટું નુકશાન તે ઉપદેશકની Shree Sudharmaswami Gyanbhandarukmararsgyanbhandar.com