________________
૩૬૭
વ્રતધારી માન્યા. વળી આ ગોપર એ પણ બીના આનમાં રાખવાની છે, કે સ્થાને સ્થાન પર શાસ્ત્રકાર પ્રાણાતિપાત, મૃષાવાદ વિગેરેનાં પચ્ચકખાણે જણાવી તેનું વિરતિપણું એટલે વ્રતપણું સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે, ત્યારે ક્રોધ, માનાદિકને અંગે શાસ્ત્રકારે વિવેક શબ્દ લગાડી દોષવિવેક, માનવિવેક, વિગેરે પદો જણાવે છે, હિંસા વિગેરે કાર્યો બાહ્ય પ્રવૃત્તિમય હોવાથી તેનાથી વિરતિ કરવી અને તેના પચ્ચકખાણ કરી તે પાલન કરવામાં જેવી શક્યતા છે તેવી શક્યતા ક્રોધ વિગેરે પાપ અત્યંતર હોવાથી તેમજ કેવલ વિચાર અને વચન સ્વરૂપ હોવાથી તેની પ્રતિજ્ઞા કરી કે તેનું પાલન કરવું તે સર્વથા શકય નહિ તે શક્ય તે જરૂર છે, માટે શકયાનુષ્ઠાનની સાધનાને સાંધવાવાળા શાસ્ત્રકાર તે હિંસાદિકથી થતી દેશ કે સર્વથી નિવૃત્તિને વ્રત તરીકે જણાવે છે અને તે હિંસાદિકની વિરતિને જે પ્રમાણે ગ્રહણ કરી હોય તે પ્રમાણે પાલન કરતાં થકાં પણ જે હિંસાની નિવૃત્તિ થઈ નથી તેની પણ ક્ષેત્રાન્તર,
કાલાતર, અવસ્થાન્તરની અપેક્ષાએ કે ટુંકી મુદત માટે Shree Sudharmaswami Gyanbhandarkararágyanbhandar.com