________________
ધાપન
૩૫૯
કરનાર પોતે જેને આદર્શ પુરુષ તરીકે ગણાવે તે અનુપયોગથી પણ છ કાય જીવને બાધ કરનારે હોય નહિ અને પોતે પણ છ કાય જીવને બાધ નહિ કરવાની પ્રતિજ્ઞાવાળો હાવા સાથે તે છએ પ્રકારના
વનિકાયની રક્ષાને માટે પ્રવર્તનાર હોય તે જ તે શ્રધેય ધર્મકથાને નિરૂપણ કરનારો બની શકે. માટેજ શાસ્ત્રકારોએ ધર્મકથા કરનાર તરીકે જ્ઞાનની અપેક્ષાએ જેમ આચારપ્રક૯પ અધ્યયનને ધારણ કરનારા યોગ્ય ગયા તેવી રીતે ક્રિયાની અપેક્ષાએ પાંચે મહાવ્રતોમાં મૂળરૂપ જે છ જવનિકાયની દયાને ધારણ કરનારા સર્વવિરતિવાળાને જ યોગ્ય ગણું સ્પષ્ટ અક્ષરોમાં જણવ્યું છે કે -અનંતા ના કર્મોને મથી નાખનાર અને ભવ્યજીવ રૂપી કમળને વિકસ્વર કરનાર એવો ત્રિલોકનાથ તીર્થકર ભગવાને નિરૂપણ કરેલે ધર્મ આચારપ્રકલ્પને ધારણ કરનારા સાધુઓ એજ નિરૂ પણ કરે.
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ધર્મકથા નામને સ્વાધ્યાયને પાંચમો ભેદ એ ગીતાર્થ સાધુઓને જ હોય, Shree Sudharmaswami Gyanbhandanmarærágyanbhandar.com