________________
૫૦
તપ અને
લખાવવા અને પૂજવાના પ્રયત્નની માફક જ્ઞાનના સ્વાધ્યાય અને ભાવનાના કાર્યમાં જરૂર કટિબદ્ધ થવાની જરૂર છે. એ પણ ધ્યાનમાં રાખવાનું જરૂરી કાર્ય છે કે વર્તમાનમાં બુદ્ધિની જે અ૯પતા છે તે પૂર્વે બાંધેલા જ્ઞાનાવરણયના ઉદયને લીધે જ છે તે તે જ્ઞાનાવરણીયને તેડવા માટે આવા નરભવાદિક સામગ્રીવાળા અનુકૂળ સંજોગોમાં તૈયાર નહિ થવાય તે પછી ક્યા ભવે આ જીવ નાનાવરણીય તેડવાને શકિતમાન થશે ? જેનશાસ્ત્રના નિયમ પ્રમાણે આપણે સમજી શકીએ છીએ કે કોઇપણ કર્મ તોડ્યા સિવાય તૂટવાનું નથી, તો પછી આવી મનુષ્યભવઆદિકની સામગ્રી પામ્યા છતાં તે જ્ઞાનાવરણીયાદિને તોડવા માટે સ્વાધ્યાય અને ભાવનાકારાએ જ્ઞાનઆરાધનમાં તત્પર કેમ ન થવું? મહારાજા શ્રીપાળજી એટલાજ માટે જ્ઞાનપદના આરાધનને માટે સિદ્ધતિ અને શાસ્ત્રના કરાવવા. લખાવવા અને પૂજવાના કાર્યની માફક સ્વાધ્યાય અને જ્ઞાનની ભાવનાના કાર્યમાં પણ પ્રવૃત્તિ કરવાવાળા થયા હતા.
સિધાન્ત અને શાસ્ત્રનાં પુસ્તક કરાવવા, લખાવવાં, Shree Sudharmaswami Gyanbhandarylmarærágyanbhandar.com