________________
૨૮
તપ અને
સ્થાવર તીર્થો
શાસનની ઉત્પત્તિની અપેક્ષાઓ અને પ્રવૃત્તિની અપક્ષાએ પ્રવચન, પ્રથમ ગણધર અને ચતુર્વિધ સંઘને તીર્થ તરીકે ગણવામાં આવે છે, અને તેથી તેની આરાધના દર્શનપદની આરાધના કરનારે કરવી જોઈએ અને તે જંગમ તીર્થની આરાધના કહેવાય, પણ કાલાંતરે તત્ત્વજ્ઞ તથા ઈતરને પણ તરવાનાં સાધનો સમ્યગ્દર્શનાદિ ઉત્પન્ન કરવા માટે તથા જેનેતરોને પણ ત્રિલોકનાથ તીર્થંકરની હયાતિ વખતે તથા પછી પણ સમગ્દર્શનાદિની ઉત્પત્તિ ધર્મની જાહોજલાલી જણાવવા અને સૂચવવાદ્વારાએ સમ્યગ્દર્શન કે માર્ગાનુસારપણું ઉપન્ન કરવા કે દૃઢ કરવામાં સ્થાવરતીર્થો જે તેવો ભાગ ભજવતા નથી. જૈનેતરોને જૈનધર્મ સંબંધી જિજ્ઞાસાને ઉત્પન્ન કરનારું, જૈનધર્મ પાલનારાઓના સંસર્ગ તરફ ખેંચનારું અને જૈનધર્મને પ્રવર્તાવનાર ત્રિલેકનાથ તીર્થંકર ભગવાનના ઇતિહાસનું અવલોકન કરવા આકર્ષણ કરનાર કોઈપણ સાધન સદાકાળ તત્પર રહેતું હોય તો ફકત તે સ્થાવર
તીર્થેજ છે. જોકે દરેક શહેર કે ગામ, વસતિ કે જંગલમાં Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com