________________
ઉદ્યાપન
૧૭૫
સંસારની વૃદ્ધિરૂપ ફળને નીપજાવનાર છે એ બરોબર શ્રદ્ધાથી માનવા જેવું થાય. ઉપર જણાવ્યા પ્રમાણે અષ્ટમી આદિ ચારિત્રતિથિઓ, બીઆદિ જ્ઞાનતિથિઓ, અને અન્ય સર્વ દર્શનતિથિઓમાં ચારિત્રાદિકની મુખ્યતા હોય તેથી તેને આરાધનની ક્રિયાને ઉદ્દેશ રહે અને તેથી તેની મુખ્યતા રહે અને અન્ય ક્રિયાની ઉદેશની અપેક્ષાએજ માત્ર ગણતા રહે. બાકી ફળદશાએ વિચારીએ તો જ્ઞાન, દર્શન કે ચારિત્રમાંથી કોઈની પણ
આરાધના કરવામાં આવે તો જ્ઞાન, દર્શન, ચારિત્ર વિગેરેને રોકનારા કર્મો ક્ષય થાયજ છે અને તેથી જ શ્રીઉત્તરાધ્યન વિગેરે સુત્રોમાં સંવેગ, નિ, સા ખાય, સાધમિક શુશ્રવા વિગેરે ચારિત્ર, જ્ઞાન અને દર્શનનાં કાર્યોથી સર્વ કર્મને ક્ષય અને મોક્ષફળ જણાવવામાં આવેલું છે. વળી જ્ઞાન દર્શન કે ચારિત્ર તે ત્રણેની કે ત્રણેમાંથી એકની પણ પ્રતિકૂળતાથી આઠ પ્રકારના કર્મના બંધ અને વૃદ્ધિ જણાવેલ છે, અર્થાત્ જેમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેની કે ત્રમાંથી કોઈની પણ વિરાધના
તે ત્રણેની પ્રાપ્તિને રોકનારી થાય છે અને આરાધના Shree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com