________________
તપ અને
આશ્રીને ઉપવાસ (અનશન) આદિ વધેનું જે વિધાન કર્યું છે તે સર્વ શાસ્ત્રવિરૂધ થઈ જાય માટે કદાગ્રહ રહિત મનુષ્યને એમ માન્યા સિવાય છૂટકે જ નથી કે શાસ્ત્રોમાં અષ્ટમી આદિ તિથિને અંગો કહેલા ઉપવાસ (અનશન) આદિ પૌવધ સંબંધીનું વાક્ય નિયમવાક્ય નથી પણ વિધિવાક્ય જ છે.
વળી એ વાત પણ વાંચકે ધ્યાનમાં રાખવાની છે કે શાસ્ત્રકારોએ શ્રાવક આદિના વર્ણનના પ્રસંગે અષ્ટમી, ચતુર્દશી, અમાવાસ્યા અને પૂર્ણિમાનો જે અધિકાર જણાવેલ છે તે ચાર પ્રકારના પૌષધક્ષ્મી વ્રત પચ્ચકખાણરૂપ એટલે ચારિત્ર આરાધનની મુખ્યતાવાળો છે. અને તેથી તે અષ્ટમી, ચતુર્દશી વિગેરે તિથિઓ ચારિત્રઆરાધનમાં વિશેષ નિમિત્તરૂપ હય, અને તેથી તે તિથિઓનું વિરતિના અધિકારમાં વર્ણન કર્યું હોય એ વધારે સંભવિત છે. જો કે જૈનશાસ્ત્રના નિયમ પ્રમાણે ચારિત્રની સમ્યમ્ આરાધના સભ્ય જ્ઞાન અને સમ્યગૂદર્શન સિવાયની હતીજ નથી, અને તેથી ચારિત્રઆરાધનાના દિવસોમાં પણ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનને
Shree Sudharmaswami Gyanbhandarumararágyainbhandar.com