________________
૧૨
મુબારક હાથે કરવા માટે તેમને વિન ંતિ કરવા રાજમહેલ તરફ રવાના થયા. પ્રભુકૃપાએ મહારાજા સાહેબ પણ આ વાત સાંભળી ખુશી થયા અને ઉદ્ઘાટનની ક્રિયા માટે પધારવા ભ્રૂણીજ ખુશાલીની સાથે વચન આપ્યું. દિવસાનુદિવસ એ પ્રતાપી રાજવી સાથેની મૈત્રી ગાઢ થતી ગઈ અને મહારાજા સાહેબ આવા એક નિખાલસ, પરંપકારી ધાર્મિક પુરુષ પેાતાના એક અગ્રગણ્ય શહેરી તરીકે હાવાનું અભિમાન રાખતા અને શુભ પ્રસંગે ધણી વેળા તેઓ શેઠ પેપટલાલભાઇને જરૂર સંભારતા હતા. અને પરસ્પર આગતાસ્વાગતા પૂછી પોતાની ગાઢ મૈત્રીને ટકાવી રાખતા હતા. શ્રીજૈનવિદ્યાર્થિભવન મહુ`મ મહારાજા જામ શ્રી રણજિતસિંહુજી સાહેબના હાથેજ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. એ રાજવી તરફથી દર વર્ષે જન્મદિવસની ખુશાલીમાં દેઢસા રૂપીઆ ભેટ આપવાનુ જાહેર કરવામાં આવ્યું હતું તે હજી ચાલુજ છે. સદ્ગત મહારાજાશ્રીના આ શ્રીજૈનવિદ્યાર્થિભવન ઉપર અનેક ઉપકારે અને આશીર્વાદૅ છે એ ખુશી થવા જેવું છે અને હાલના મહારાજા
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com