________________
a
કાંઇક યાત્રા ભાવે–કાંઇક વેપાર અર્થે જૈનાનું આગમન સુરતમાં થાય છે. હાલ જે ધર્મશાળાએ વિદ્યમાન છે તે સ્ટેશનથી દૂરના લત્તાઓમાં છે આથી સુરતમાં આવનાર જૈન ભાઇ ઢુના માટે સ્ટેશનપર એક ધર્મશાળાની ખાસ આવશ્યકતા છે. તે જરૂરીયાત પુરી પાડવાનુ સુરતના જૈતાના ખ્યાલ મ્હાર નથી. એ વ્યક્ત કરતાં અમને અત્ય ન્ત હર્ષ થાય છે. સુરતના અગ્રગણ્ય શહેરી અને જૈન આગેવાન શ્રીયુત્ નેમચંદ નાથાભાઈ તરફથી ધર્મશાળા માટે સ્ટેશનપર જમીન લેવાઈ છે. શ્રીયુતનેમચંદભાઈની દાનપ્રિયતા માટે તે સારીય સુરત જૈન સમાજને માન છે. અમે સાંભળ્યુ છે કે તેઓ શ્રી સુરતની આ પરમ આવશ્યકતા ટુંક સમયમાં પુરી પાડનાર છે આથીજ અમારી એ મહેચ્છા, સુરત જૈન સમાજની એ અભિલાષા શ્રીયુત નેમચંદભાઇ પાર પાડશે અને હજારા યાત્રિકાના શુભાશિષા પ્રાપ્ત કરશે. એમ ઇચ્છી વિરમીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com