________________
મ-ગિરિના ઉચ્ચ-શિખર ઉપરથી સહકારિ શિખરો ઉપર નિર્બરતાં જરણાંઓના પ્રવાહની માફક-અનંત-પ્રાણિગણ અબજો માનવેને સમૂહ: કરોડો આર્ય પ્રજાજને -લાખો શ્રી જૈન શાસનના અનુરાગી અનુયાયિઓઃ હજારો શ્રી શ્રી શ્રમણ સંત સેંકડે યથાશક્તિ શાસનપ્રભાવકે: આંગળીને વેઢે ગણાય તેટલા શાસનના જવાહીર-રત્ન –એ સર્વમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કરી વિશ્વના વર્તમાન ઉચ્ચ સ્થાનમાં બિરાજમાન પવિત્ર–મૂર્તિ સાધ્વીજી મહારાજ: શ્રી તીર્થ શ્રીજી મહારાજના મુખમાંથી–
કૃતજ્ઞ ભાવે-ગુણાનુરાગના ચિહ્નો દ્રવ્ય કે ભાવ: સામગ્રીઓથી પ્રકટ કરતા ભવ્ય આત્માઓ ઉપર નિર્ઝરતાં ધર્મલાભ આશીવદના પ્રબળ અને મંગળમય-પ્રવાહે–
રાગ-દ્વેષ: માયાપ્રપંચ: કલહ-કદાગ્રહ: રૂપી વિશ્વનો કચરો યથાશક્ય જોઈ નાંખો.
માનોના હૃદયમાં ભરાઈ બેઠેલી વર્તમાન તીવ્ર વાર્થીતાઓ અને તેને યેગે ચાર મહા પ્રજાઓની જાગેલી હરિફાઈમાં આગળ આવવા ખેલાતા અગમ્ય કૂટ પ્રયત્ન વિગેરે વિશ્વ કલ્યાગુકર માનવ પ્રગતિમાં આડે આવનારા ભયંકર ખડકોને ભેદીનાંખી, માનવ જીવનના આધ્યાત્મિક મહા ઉદ્દેશ તરફ જતી વિશ્વની સુ-વ્યવસ્થા તરફ જવાની માનવ ગણને દરવણી આપ.
વંશપરંપરાથી ચાલી આવતી શારીરિક અને માનસિક આનુવંશિક શુદ્ધિઓ અને ઉત્તમ બાહ્ય સંસ્કાર ધરાવતી: અને જીવનના ઉચ્ચ ધ્યેય અને ઘરને સૂચવતી-સમભાવી વિશિષ્ટ માનવ સંસ્કૃતિ ધરાવતી: ભારતીય આર્ય મહાપ્રજાનું વિશ્વકલ્યાણકર તરીકેનું વિશ્વમાં જે ઉચ્ચ સ્થાન ટકેલું છે, તે–
૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com