________________
એક વખત, એમ સળંગ એળીઓ પણ તેમણે કરેલ હતી. વિહારમાં પણ ઘણે ભાગે આયંબીલ તપ તેઓ ચાલુ રાખતા હતા.
અમદાવાદ થી શેઠ માણેકલાલ મનસુખભાઈ તરફથી સંઘ ગિરનારજી, પાલીતાણુજીની યાત્રાથે નિકળેલ હતું, ત્યારે તથા એક વિશ ઠાણા સાથે પોતે અજારા, બારેજા, વેરાવળ, વિગેરે તીર્થો તરફના વિહારમાં હતા, ત્યારે તથા ૧૬ ૧૬ ઠાણા સાથે આબુ, તારંગા, રાણકપુરજી આદિ મારવાડ ભૂમિના વિહારમાં હતા ત્યારે તેમણે ૯૭ મી ઓળી કરીને ૯૮ મી શરૂ કરી. અમદાવાદમાં ૯૮ અને ૯૯ પૂર્ણ કરી અને ૧૦૦ મી ઓળી સંવત ૨૦૦૨ ના કાર્તક વદી ૧૧ થી શરૂ કરીને વર્ધમાન તપની પૂર્ણતા પવિત્ર શ્રી સિદ્ધગિરિજી તીર્થમાં કરવાની ભાવના થવાથી, કાઠીયાવાડમાં વિચરતા ગયા. તે દરેક વખતે અનેક વિહારમાં તેમણે મહામંગળકારી તપ ચાલુ રાખેલ હતે. ૧૯૮૯ માં તેમણે પવિત્ર તીર્થ સિદ્ધાચલજીમાં નવાણુ યાત્રાએ કરેલી, તે પણ આયંબિલ સહિત કરેલી હતી. આ રીતે આયંબિલ તપ અને સાથે સાથે દેવગુરુની ભક્તિ, તે તેમના જીવનમાં અમૂલ્ય લહાણે હતી. પ્રભુમંદિરમાં તેઓ શરૂઆતમાં અર્ધો કલાક સ્થિર ચિત્તે ચિત્યવંદનમાં બેસી શક્તા હતા. તે ભાવ અને આનંદમાં અનુક્રમે વધતાં વધતાં સાડાચાર કલાક એકજ સ્થાને બેસીને અને આનંદ અનુભવતાં હતા. અને અનુભવે છે.
ઓળીના છેલ્લા દિવસોમાં તેમને વિશ્વાસ અનુપમ રહે. હતે. એવી રીતે રત્નત્રયીની આરાધનામાં પિતાના જીવનને વધારે સમય વ્યતીત કરી, આ મહાન પુણ્યદય મેળવેલ માનવભવને સફળ કરતા હતા. ગ્રામનુગ્રામ વિચરતાં તેઓએ સુરત, ભરુચ, અમદાવાદ, રાધનપુર, ભાવનગર, મહીદપુર, રાજગઢ, પાલીતાણું, વઢવાણુ કે૫, લીંબડી, રાણપુર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com