________________
હવે, તમે મને રસ, સજઝાય, આદિ સમજાવે, જેથી મારા વિચારીને તેમાં પ્રવેશ થાય.”
જેન સાધ્વીઓના માજીવનના આ નમૂના છે. તેઓની મનેદશા કેટલી પવિત્ર હોય છે? જેનો જીવનની જગત્ ઉપર કેટલી પવિત્ર અસર છે.? ઉપાશ્રયમાં બેસીને પિતાના જીવનની પવિત્ર પ્રભાની આજુબાજુના સ્ત્રીવર્ગમાં મુંગી રીતે કેટલી છાયા પાડી શકે છે? તેને ખ્યાલ સુજ્ઞ છાએ કરવા જેવો છે. ખાલી ઘંઘાટ કરીને ગજાવવામાં કાંઈ સાર નથી. “પ્રગતિ, યુગધર્મ ” એવી બૂમથી શું વળે? પૂર્વના મહાપુરુષેએ જીવનના સુંદર આદર્શો મહાતપોબળ અને અનેક પ્રયત્નોથી પ્રજામાં ઉત્પન્ન કરેલ છે. તેને ધીમે પણ મક્કમ પ્રવાહ પ્રજાજીવનમાં કે વહે છે? તેને અભ્યાસ કરે, તે ન તૂટે તેની કાળજી રાખે. અને પ્રજાહિતના બીજા સુતર વધે, તે પ્રયાસ થાય, તેજ આપણી પ્રજાને થતી હાનિ ઘટે, તેમાંજ ખરા સ્વરાજ્યની ચાવી છુપાયેલી છે. પરંતુ, અફસોસ કે–આજના આપણા યુવક બંધુઓના માનસ કેવળ બાહ્ય કૃત્રિમ વિચારોથી ઘેરી લેવાયેલા છે. તેની સ્વની અને ભાવિ સ્વ સંતાનના હિતની આ વાત શી રીતે ?
આવા આગળ પડતા સમુદાયમાં સાધ્વીજીવન માટે સંદર વાતાવરણ ટકી રહ્યું છે. જેમ બને તેમ જડવાદની-જમાનાને નામે ચાલતી–હવાથી બચી રહેશે, તેમ તેમ ભારતીય મહાજન સંસ્કૃતિને વિજય સારી રીતે ટકાવી શકશે. ભારે ચોમાસામાં વરસાદની હેલી થાય છે, ત્યારે ફૂર દૂરના ઘરના ખુણામાં સાચવી રાખેલી ચીજોમાં પણ ઠંડી હવા પહોંચી જાય છે. અને તેમાં ભેજ આવી જાય છે. કેમકે–ચારેય તરફ એજ વાતાવરણ, એજ હવા, એજ ઘાંઘાટ, એજ વાત ને પ્રચારના
ધ વહેતા હોય છે, તેમાંથી બચવું ઘણું જ મુશ્કેલ કામ છે. છતાં પૂર્વપુરુષોએ બતાવેલા આચારના કિલ્લા એટલા મજબત છે, કે બચવા ધારે તે બચી શકે તેમ છે. અને એવા બચેલા જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com