________________
.
૩૫
તેજ કુટુંબના ગજરાબહેન જાતે પણ પુત્રી વિમળાબહેન સાથે સુરતમાં દીક્ષા સ્વાભાવિક રીતે જ અંગીકાર કરે છે.
દીક્ષાનો દિવસ સંવત ૧૯૭૪ ના વૈશાખ સુદી ૧૩.
- પ્રકરણ ૬ હું,
દીક્ષા કેની પાસે લીધી ? બાળબ્રહ્મચારિણી” તરીકે પ્રસિદ્ધ સકળ સંઘમાં માનપાત્ર વૃદ્ધ પૂજાય સાધ્વીજી મહારાજશ્રી શિવશ્રીજી મહારાજ ના શિખ્યા તિલકશ્રીજી મહારાજના શિખ્યા હેમશ્રીજી મહારાજ પાસે ગજરાબેને વિમળાબેન સાથે દીક્ષા લીધી હતી.
પરમ પૂજ્ય સાધ્વીજી મહારાજશ્રી શિવશ્રીજી મહારાજ મારી યાદ પ્રમાણે પૂર્વાવસ્થાએ રામપુરામાં ઉછરેલાં અને
દિયાપાત્ર ” તરીકે પ્રસિદ્ધ પૂછ્યું રવિસાગરજી મહારાજના ઉપદેશની છાયામાં વતને તેમણે તેમના સમુદાયના જડાવશ્રીજી મહારાજના શિષ્યા જયશ્રીજી મહારાજ પાસે દીક્ષા લઈ, ખૂબ સિંહવૃત્તિથી ચારિત્રનું પાલન કર્યું હતું. અને પ્રભાવશાળી જીવન ચાવજજીવ વીતાવ્યું હતું. ઘણું ગામના શ્રી સ ઘો અને માન્ય મુનિવર્યો ઉપર પણ તેમના પ્રભાવની અસર પડતી હતી.
તે વયેવૃદ્ધ, પવિત્ર અને બાલબ્રહ્મચારિણે સાધ્વીજી મહારાજના પુનિત દર્શન આ લેખકને થયેલાં છે, અને હજી પણ તેમની પવિત્ર જીવનપ્રભા હૃદયમાં વસી ગયેલી છે. ૧ જન સાધ્વી થવું એટલે શું ? - સાધ્વી થવાથી પણ તીર્થશ્રી નામ ધારણ કરી શકાતું નથી. ધારણ કર્યું હોય છતાં તે કાયમ ટકી જ રહે એમ પણ બનતું નથી. કેમકે–ગમે તે રીતે સાધ્વીજી થઈ જવાથી એ નામ મળતું નથી. સાધ્વી થયા પછી પણ તે અવસ્થા છેડી દેવામાં આવે, તે પણ તે નામ ટકતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com