________________
પ્રજાના હિતચિંતકેના જે ઉત્તમ આદર્શો હેય, તે સઘળા યથાશક્ય અને જન સમાજના જીવનમાં પ્રત્યક્ષ પળાતા દેખાય છે.”
આ નિયમોને આધારે પૂર્વના મહાપુરુષોએ ઘણા સારા નિયમો આપણું રોજના જીવનમાં, કુટુંબમાં, ગામમાં, શહેરમાં, જ્ઞાતિમાં, જાતિમાં, સમાજોમાં રૂઢ કરી દીધેલા હતા. જેના આધારે સમાજ વ્યવસ્થા અનાયાસે જ વ્યવસ્થિત ચાલી આવતી હતી, જેથી પ્રજાને બાહા ઉત્તમ સંસ્કાર પણ મળતા હતા. ૮ હાલમાં તેના ઉપર પડતે ફટકે.
તેના ઉપર પરદેશી વિદ્વાનોએ, તે સર્વ સુરૂઢિઓને “કતિ કહીને પહેલે શાબ્દિક કુહાડો માર્યો. અને તેને તેડવા ૫૦ વર્ષ પહેલાના યુવકોને ઉશ્કેર્યા, સુરૂઢિ કઈ ? અને કુરૂઢિ કઈ? તેની પરીક્ષા કેને હોય?
પરદેશીઓની પહેલી ઈછા તે ભારતીય સુગણાતી: કે કુગણાતી: હરેક રૂઢિ તુટવીજ જોઈએ.” એ હતી. એટલે “જેને જે વખતે, જે રીતે, જે કુરૂઢિ, લાગે છે, તેને તેડે.” એમ સુહિકુઢિની અનિયમિત વ્યાખ્યા રહેવાથી દરેક સુરૂઢિ જેમ જેમ જેને કુરૂઢિરૂપ ભાસે, તેમ તેમ તે સર્વ રૂઢિઓ તેડવા લાયક બનતી જાય.
માત્ર અહિંની રૂઢિઓજ તેડવી” એટલા પૂરતું જ પણ તેઓનું ધ્યેય ન હતું, પરંતુ બીજું બધેય” પિતાને અનુકૂળ તને પિષક નવી રૂઢિઓ “સુધારા”ને નામે અહિંની પ્રજામાં દાખલ કરવી અને જીવનમાં પ્રત્યક્ષ અમલમાં આવે, તેવા હરક પ્રયત્ન કરવા સુધી પહોંચવાનું પણ હતું. એટલે જ, સાથે સાથે તેવી નવી નવી રૂઢિઓ પણ લેકમાં શરૂ કરી પ્રચલિત કરી દીધી. તે ખાતર કાયદાના એવા દબાણ આવે, છતાં લોકે તેને વિરોધ ન કરી શકે, તેવી બેઠવણે ઘણી જ દીણિભરેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com