________________
દુર્ભવ્ય, અભવ્ય, વિગેરે ઘણા પ્રકારો પડે છે. તે દરેકના પણ પેટા ભેદે ઘણા પડે છે. તેજ રીતે સમ્યકૃવધારી, અણુવતી, મહાવતી વિગેરેમાં પણ અવાંતર ઘણા ચંડતા ઉતરતા દરજજાના ભેદ પડે છે. સમ્યકત્વધારી, દર્શન પ્રભાવક, શ્રાદ્ધ, શ્રાવક, સામાન્ય શ્રાવક, વ્રતધારી, પ્રતિમા ધારી, મહાશ્રાવક, સામાન્ય મુનિ, મહામુનિ, ઉપાધ્યાય, આચાર્ય, પ્રભાવકાચાર્ય, ગીતાર્થ, પટ્ટધરાચાર્ય, ગણધર ભગવંતે, ધૃતધર, તપસ્વિ, વિગેરે વિગેરે. ૨ પૃયતા- પૂજ્યતાની દ્રષ્ટિથી ઉત્તરોત્તર વિશેષ વિશેષ પાત્ર વધારે વધારે પૂજ્ય છે, જેમ જેમ પૂજ્યતા ઉત્તરોત્તર ચડીયાતી તેમ તેમ ગુણાધિકય, લાયકાત પણ વિશેષ વિશેષજ સમજવાની. ઉપર ઉપરના પાત્ર વિશેષની પૂજામાં નીચે નીચેના પાત્રોના પૂજા, સત્કાર, સન્માન વિગેરે સમાય છે. ૩ હિંસા-અહિંસા
હિંસા-અહિંસાનું માપ પણ માત્ર હિંયની સંખ્યા ઉપરથી નથી આવી શક્ત. 1 હજાર સમ્યકત્વવંતને મારવાની હિંસા કરતાં એક પણ વ્રતધારીને મારવાની હિંસા વધી જાય છે, કારણ કે-જેમ પાત્રની કિંમત ઉંચી, તેમ તેના તરફથી જગને લાભ વધારે, અને જેમ લાભ વધારે તેમ તેના નાશમાં જગતને હાનિ પણ વધારે. આ દષ્ટિબિંદુથી જોતાં પ્રાણુઓની હિંસા કરતાં માનવી હિંસા વધુ તીવ્ર, તેમાં જંગલી માનવી કરતાં સંસ્કૃતિ–બ માનવીની વધુ તીવ્ર, એ પ્રમાણે અનાર્ય કરતાં આર્યની, આર્યોમાં પણ ઉપય સંસ્કારી સામાજિક વ્યકિતની, તેમાં આધ્યાત્મિક જીવનપ્રધાન સમાજે અને ધર્મનિષ્ઠ પુરુષની, તેથી સાધુ સતેની હિંસા વધુ તીવ્ર હોય, એ સ્વાભાવિક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com