________________
નાખનારું છે, માટે ભયંકર છે. માટે તેણે લેકેનાં હૃદય ઉપર ચોટ લગાવી છે, માટે વાતા વરણ ખળભળ્યું છે, માટે અશાંતિ થઈ છે, એમ તેના પક્ષકારે પણ જૈન સમાજમાં જબરે ખળભળાટ મચાવનાર તરીકે તે ભાષણને કબુલે છે.
તેના શબ્દો માત્ર ઉગ્ર ભાષા પુરતા નથી, પણ ધર્મ અને તેના સાધને સામે બળવો જગાડવાને ઉશ્કેરનારા છે. અને વિનાશક રચનાઓમાં પ્રજાના ભોળા લેકેને દેરી જઈ વિનાશ લાવી મુકનારા છે. અનેકમાંથી માત્ર એકાદ બે નમુના નીચે આપીએ છીએ.
આ બધું દૂર કરવા માટે આપણામાં લડાયક વૃત્તિ જોઈએ, આપણા કાર્યક્રમ પણ લાયક જોઇએ: પ્રથમ આપણું બળ એકત્ર અને સોજિત કરવાનું અને પછી હલ્લો જ લઈ જવાને, સામેના પક્ષની સત્તાના કીલ્લા સર કરવાના અને ધાર્યા કાર્યક્રમને સ્વીકાર કરાવીને જ નિરાંતે બેસવાનું. દાખલા તરીકે આજે આપણુમાં એક વિચાર ફેર્યો છે, અને ચોતરફ સત્કારવા પણ લાગ્યો છે કે દેવમંદિરમાં થતી આવકનો ઉપયોગ સમાજહિતના કાર્યમાં જ થવો જોઈએ; મંદિરના અને મૂર્તિના શણગાર બંધ થવા જોઈએ અને મંદિરના સાદા નિભાવથી બચત રહેતી રકમમાંથી વિદ્યાલ, સસ્તા ભાડાની ચાલી, આરોગ્યભુવને, દવાખાનાઓ વિગેરે પરોપકારી સંસ્થાઓ ઉભી થવી જોઈએ, તેમજ અત્યારે સૈથી વધારે મુંઝવતી બેકારી દૂર કરવાની યોજનાઓ ગતિમાં મુકાવી જોઈએ. પણ આમ વાતે અને ચર્ચા કર્યા બીજા પચ્ચાસ વર્ષ સુધી પણ કાંઈ નિપજવાનું છે ખરું? આજે એવી કેટલીયે બાબતે છે કે જ્યાં દલીલને સમજાવટને અવકાશ જ નથી. ખૂબ બળ એકઠું કરે અને તેના દબાણ વડે સત્તાધારીઓને તેમજ સ્થિતિચુસ્તને પદભ્રષ્ટ કરો. તેજ ધારી દિશામાં આગળ વધી શકાશે.”
મુનિસમેલન ભારત દેવદ્રવ્યના નિર્ણય ઉપર કોઈપણ જૈનને જૈન તરીકે ચર્ચા કરવાનો અધિકાર રહ્યો નથી. છતાં તેને દાખલે આપી હવા લઈ જવાની વાત સ્પષ્ટ ધર્મ વિરુદ્ધની છે જ.
પૂજા કરે; તપ કરે; જપ કરે; સર્વ પ્રવૃતિથી બને તેટલા પાછા હઠે; સગાં કેનાં અને વહાલાં કાનાં ? સમાજ શું અને દેશ શું? સંસાર માત્ર અસાર છે; જીવન ક્ષણભંગુર છે. ઉપવાસ કરે અને ઈન્દ્રિયોનું દમન કરે. આ પ્રકારનો આપણું જીવનને નિરસ બનાવે, નિમ્બાણ બનાવે, મત્સાહ બનાવે એવો ધર્મોપદેશ તરફથી ધર્મગુરૂઓ આપી રહ્યા છે.”
આ વાક્યોમાં ધર્મના અને મુનિઓ ઉપદેશ આપે તેને અયોગ્ય કાર્ય કરાવે છે.
જેને હાલના લેકે પરિવર્તન કહે છે. વાસ્તવિક રીતે, તે પરિવર્તન એટલે વિનાશ છે. તેની બે રીતે છે.
૧ વસ્તુને સીધે સીધી તેડી નાંખવી. અને બીજી રીત૨ તેને બદલે બીજી વરતુ ગોઠવી દેવી.
બંને રીતે મૂળ વસ્તુનો નાશ કરનાર છે. આ બન્નેય રીતે અજમાવનારું ભાઈ પરમાનંદના ઉચ્છેદક વૃત્તિથી ભરેલું ભાષણ અશાંતિ જગાવે તે સહજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com