________________
નિરપેક્ષ હોય તે તે બનેય નિષ્ણાણ ગણાય છે. જેમ વ્યવહાર નિપ્રાણ હોઈ શકે, તેમ નિશ્ચય પણ એ રીતે નિષ્માણ હેઈ શકે.
ત્રિકાલાબાધિત પરસ્પર સપ્રાણ નિશ્ચય ધર્મ અને વ્યવહાર ધર્મને કઈ પણ કાળે કઈ પણ તીર્થંકર પરમાત્માએ, ગણધર ભગવંતએ, કે પૂર્વના જ્ઞાની આચાર્યોએ વિરોધ કર્યોજ નથી, કરે પણ નહીં. તેથી પરમાત્મા મહાવીરદેવ અને તેમના અનુયાયિ પૂર્વના કોઈ પણ આચાર્યો અધાર્મિક ઠરતા નથી, સાપેક્ષ વ્યવહારને પણ તેઓએ અવશ્ય સ્થાન આપેલું છે અને તે ધર્મનું-જૈનત્વનું અંગ છે. તેને ઉડાવનારા અધાર્મિક સિદ્ધ છે.
વ્યવહારિક ધર્મના વિરોધમાં નિશ્વય ધર્મને વિરોધ આવી જાય છે. અને નિશ્ચય ધર્મના વિરોધમાં વ્યવહાર ધર્મને વિરોધ આવી જાય છે. પૂર્વના મહાપુરુષોએ નિષ્માણ વ્યવહારને વિરોધ કર્યો હોય, તેમ નિપ્રાણ-અતાત્વિક–નિશ્ચયને પણ વિરોધ કર્યો હોય છે.
ભાઈ પરમાણુંદના ભાષણમાં વ્યાવહારિક ધર્મનો વિરોધ છે, એમ આડકતરી રીતે પણ કબુલ કરવામાં આવ્યું છે. તેથી તેની સાથે સંબંધ ધરાવતા નિશ્ચય ધર્મને પણ વિરોધ કબુલ થઈ જ જાય છે.
પરંતુ ખરી રીતે ભાઈ પરમાનંદે નિશ્ચય કે વ્યવહાર એવા ધર્મના ભેદ પાડ્યા વિના સીધે ધર્મના મૂળમાં જ ઘા કર્યો છે. અને તેની સામે બળવો જગાડવા ઉશ્કેરણી કરી છે. તાત્વિકધર્મ અને વ્યવહાર ધર્મ: એવા ભેદે આગળ કરીને મદદે દેડી આવવામાં કેવળ પક્ષપાત બુદ્ધિ સ્પષ્ટ તરી આવે છે.
જૈન તત્વ શૈલિ અને તેની ચાલ પરિસ્થિતિ ન સમજનાર સેંકડો જન્માન્તરો સુધી શાસ્ત્રો ભણે તો પણ રહસ્ય મળી શકતું નથી. ત્યારે બીજાની બુદ્ધિ ઉપર અંધશ્રદ્ધાથી આધાર રાખવો પડે છે. તેવી વ્યક્તિઓ સાથે ચર્ચામાં ઉતરવું એ વાસ્તવિક રીતે નિષ્ફળ પ્રયત્ન છે. છતાં તેમને પિતાને પોતાને સાચો ખ્યાલ આવે એ ખાતર પદ્ધતિસર ચર્ચા કરવા માટે હર પ્રસંગે તૈયાર રહેવામાં અમે અમારી ફરજ સમજીએ છીએ.
ન શૈલિ અને તેની વર્તમાન પરિસ્થિતિ બરાબર સમજનાર કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ અનુકુળ વખતે ભાઈ પરમાનંદનું ભાષણ જૈન ધર્મથી વિરોધી છે, એમ પદ્ધતિસરની લેખિત કે જાહેર ચર્ચાથી સાબિત કરવું બિલ્કલ મુશ્કેલ છે જ નહીં.
પરસ્પર સાપેક્ષ તાત્વિક–નિશ્ચય ધર્મ અને વ્યવહાર ધર્મને ધ્યાનમાં રાખીને યોગ્ય સુધારણા કરવા સામે કોઈને પણ લેશમાત્ર મતભેદ છે જ નહીં. પણ યોગ્ય સુધારણાને બદલે ધર્મના મૂળમાં ઘા કરવાની વાત પણ સાંભળી શકાય નહીં, તો પક્ષ તે કેમજ કરી શકાય ? મૌલિક સંશોધન, બળ, ક્રાંતિ વિગેરે ભાઈ પરમાણુંદના શબ્દોમાં મૂલે
છેદકવૃત્તિ ભરી છે. જેથી તે નિઃસંશય ધર્મવિરેાધ છે. સહેજ પણ વિચારીને ભાષણ વાંચવાથી સહજમાંજ સમજાય તેમ છે. તેને વાસ્તવિક રીતે કોઈપણ બચાવ કરી ન શકે.
તાત્ત્વિક વ્યવહારની વાત પ્રસંગે નિષ્ણાણ વ્યવહાર શબ્દ મૂકો એ દંભને એક પ્રકાર છે. યોગ્ય ફરજ બજાવતાં ભવિષ્યમાં શું થાય, તે મનસ્વી પુરુષો વિચાર કરતા નથી. છતાં શું થશે ? તે તો થયેજ જોવાય. ત્રિકાળજ્ઞાની વિના કેઈકના જ ભવિષ્ય સાચાં પડે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com