________________
જરૂર પણ છે. સૌને પોતાનું હિત વહાલું હોય છે તેમજ દેશનું કે પ્રજાનું સારું થાય તેવી ચાહના સૌને હોય છે. પણ યોગ્ય વિચારણું, સેવાવૃત્તિ, સૌનું સાંભળવું, પરસ્પરના મનના સમાધાન વિગેરે ઉપાયોની જરૂર છે. તે જ ઉપાયે કાર્યસાધક થઈ શકે છે. તેને બદલે બળવા જગાડવા, ક્રાંતિ કરવાનો ઉપદેશ, એ સાચી સેવાની ધગશનું લક્ષણજ નથી. કેવળ અજ્ઞાન અને બાળક બુદ્ધિ તથા માત્ર તફાની વૃત્તિ જ છે.
સાચી સેવાની ધગશવાળ બાંધછોડ કરીને પણ પિતાની સેવાનું ક્ષેત્ર ન છોડે, પિતાનું ધાર્યું ન થયું એટલે તેમાંથી ભાગે, તે નબળામાં નબળો અને માત્ર બેલકણેજ માણસ ગણાય છે. ભાઈ પરમાનંદની જેનો પ્રત્યે ખરી સેવાવૃત્તિ હોત તે નમ્રતાથી જણાઈ આવત. ખરે સેવક લાત મારનારના પણ પગ પંપાળે છે, ને સેવા કરે છે. વિરેાધ ટાળે છે. સેવાના પાઠ જુદાજ છે. ૧૦ પ્રકીર્ણ. - ૧. દીક્ષા પ્રતિબંધક કાયદો થવામાં મુનિરાજેને ઉંમરવિષયક મતભેદ કારણ છે. મુનિરાજોમાં મતભેદ ન હોત તે યુવકે આકાશ– પાતાળ એક કરતા તે પણ કાંઈ પણ બની શકે તેમ નહોતું. છતાં કુસંપને પરિણામે આવેલા આ ખોટા પરિણામને સારું માનીને તેને યશ પિતાને માથે લેવામાં ભાઈ પરમાણંદની કે યુવકેની પ્રામાણિકતા નથી.
૨. “મહાવીર જૈન સમાજ” એ શબ્દોમાં લગ્નક્ષેત્ર વિસ્તાર જેવા સાંસારિક કાર્ય સાથે પ્રભુ મહાવીર જેવા મહાન ત્યાગી પરમાત્માનું નામ જોડી તેનું અપમાન કરવામાં આવ્યું છે.
૩. એક તરફ ભાઈ ભાઈ વચ્ચે વેર ઝેર ખાતર તીર્થો અને મંદિરને જતા કરવાની વાત કરવી અને બીજી તરફ બળવા જગાડવાની વાત કરીને ભાઈ ભાઈ વચ્ચે ભયંકર અશાંતિ ઉત્પન્ન કરવી, એ પરસ્પર વિરોધી વાત છે. જો કે ભાઈ ભાઈ વચ્ચે વેરઝેર ખાતર મંદિર અને તીર્થોને જતા કરવાની વાતમાં મુખ્ય વાત તે વેરઝેરના બાના નીચે તે વસ્તુઓને છોડી દેવાનું સૂચન છે, કેમકે તે વસ્તુઓ તરફ તેમને અણગમે અસાધારણ
ધ્વનિત થાય છે. - માતા, પુત્રી, બહેન કે પત્ની કે જેમના શરીર આપણું શરીરની જેમજ માત્ર હેડકાં, ચામડી, લોહી, માંસ અને મળ મૂત્રથી બનેલાં છે તેની પણ કદાચ કઈ પિતાને કુટુંબી કે જાતભાઈ છેડતી કરે, કે સમજાવ્યા છતાં પણ ઉપાડી જાય કે એવું તોફાન કરે, તો શું ભાઈ પરમાનંદ ભાઈ સાથે વેરઝેર ન થાય તે ખાતર તે બધું જતું કરવાની મનોવૃત્તિ ધરાવે છે કે જે પિતાના માન્ય કે પ્રિયજન ખાતર તેઓ તેમ કરવાની ઉદાર વૃત્તિ (3) રાખી શકતા નથી, તે પછી જૈનને પિતાના જીવનપ્રાણ સમાન મંદિર અને તીથીને એમને એમ ત્યાગ કરવાના ઉપદેશની અસર શી થાય છે? ૧૧ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ:
1. આપણા દેશની હાલની સ્થિતિ જોતાં ભાઈ પરમાનંદનું ભાષણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો વિચાર કર્યા વગરનું છે. જે તેમણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને વિચાર કર્યો હોત તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com