________________
ઉઘાત.
મારે જે જે હકીકત કહેવાની છે તે ગ્રંથની શરૂઆતની ભૂમિકામાં તથા આખા ઉલ્લેખમાં છૂટી છવાઈ લખી છે. ઉપદ્યાતમાં બહુ થોડી હકીકત રજુ કરવાની રહે છે.
મેં આ લેખમાં જે વિચારે બતાવ્યા છે તે મારૂં વર્તમાન ઈતિહાસના વાંચન અને અવલોકનનું પરિણામ છે. આપણે આપણી આંખોને ઉઘાડી રાખી અવલોકન કરીએ તે દુનિયામાં ઘણું જોવા જાણવાનું મળે છે. આપણે સર્વ અવકીએ તે ઈષ્ટ છે કે અનિષ્ટ છે તે તદન જૂદીજ વાત છે. આપણે અવકીએ તે લખી શકીએ તે અન્યને દિશાસૂચન થવા સંભવ છે. મને વર્તમાન ઇતિહાસ વાંચતાં તથા અવલોકતાં જે સમજાયું તે અત્રે આલેખવા પ્રયાસ કર્યો છે. અત્યારની જૈન દુનિયાના પ્રવાહ કયે માર્ગે વહે છે એની તુલના કરવાનાં સાધનો આપણે બને તેટલાં એકઠાં કરવાં એ એને મુદો છે અને એમ થાય તે ભવિષ્યની માગદરણી અને દરવણીમાં ઉપયોગી હકીકતે એકઠી થાય એ એનું ધ્યેય છે. જેઓ ભવિષ્યના નેતા થવાના હોય તેમને આ સાધને ઉપયોગી થાય તે તેને એકઠાં કરવાનો પ્રયાસ તેટલે અંશે સફળ ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com