SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩જી વાત કરી દેવી જરૂરી છે. ઘણાને ‘ ઝધડા ' શબ્દ સામે વાંધા લાગશે, પણ એમાં કોઈ વ્યક્તિ કે સમૂહ તરફ આક્ષેપની ઇચ્છા નથી, પણ ઝધડા શબ્દના સાદી ગુજરાતીમાં જે અર્થ થાય છે તે રીતે જ એ લડાયા છે તેથી એ શબ્દપ્રયાગ વાસ્તવિક ગણાવાની આશા રાખી શકાય. આ ઝધડાના પ્રસંગો ચીતરવામાં અથવા એનેા સમન્વય કરવા જતાં જાણે અજાણે કેાઈ પક્ષની લાગણી દુહવાઈ ગઈ હોય તા તેઓએ કૃપા કરી ક્ષમા કરવી. કાઈ પક્ષ સાચા કે ખોટા છે એવું લખવાના આશય નથી. આશય સ્પષ્ટ છે કે ઝઘડા કરવા યોગ્ય નહેાતા અને સ્વાભાવિક રીતે જોઇએ તે એક પણ મુદ્દામાં જૈનદર્શનના મૂળ સિદ્ધાંતના સવાલ અંતત થતા નથી. છતાં અમુક વાતાવરણમાં ઉછરેલ વ્યક્તિ કદાચ એક બાજુ ઢળી જતી કાઈ પ્રસંગવનમાં જાય તો મૂળ મુદ્દા ઉપર ધ્યાન આપવા વિજ્ઞપ્તિ છે. આશય ઐક્ય કરવાને અને ગતકાળમાં જે ક્ષતિ અનુભવી છે તે દૂર કરવાને છે અને જૈનદર્શનને અને યાગ્ય સ્થાન પુનઃ પ્રાપ્ત કરવાની તૈયારી કરવાના છે. આ વાત આ વિચારણામાં ખાસ ધ્યાનમાં રાખવા વિજ્ઞપ્તિ છે. ખીજા નહિં વર્ણવેલા ઝઘડા પૈકી કેટલાયે ઐતિહાસિક છે તેમાં વિધિમાના મતભેદ, સમન્વયની શક્યતા છતાં બન્ને પક્ષ પોતપોતાના મતમાં ચુસ્ત રહે તેવી સ્થિતિ અને પરિણામે અનેકને જૈન કરવાને બદલે ધરના હેાય તેની પણ ક્ષતિ થઈ છે. આ સ્થિતિ સાત્રિક જોવામાં આવશે. એ દૃષ્ટિએ પ્રત્યેક ઝધડા તપાસવાની જરૂર છે. હૃદયની વિશાળતા અને દર્શનના મૂળ મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવે તે ક્રિયા, અનુષ્ઠાન—વિધિવાદના મતફેરા તંદુરસ્ત ચર્ચા ઉત્પન્ન કરે, પણ કંકાસ વિદ્વેષ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy