SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ જ ખરતરગચ્છના વિશિષ્ટ લેખકોને સવાલ થયો કે ક્રિયા પૂરી કરતી વખતે આ આલોચના કરવી તે ઉચિત છે. આવશ્યક સૂત્રમાં “પછી ઇરિયાવહિયં કુજા” એ પાઠને અનુસરે છે, પણ શરૂઆતમાં શા માટે એ સૂત્રને ઉચ્ચાર કરે છે ? એ ક્ષમાપના કયા પ્રસંગ માટે છે? એમાં અતિવિધિ થાય છે વગેરે. આ “ઈરિયાવહિયા” એક વાર બોલવા કે આદિઅંતમાં બે વાર બેલવા એને ઝધડે સાતસે વર્ષથી બને ગો વચ્ચે ચાલે છે. એ ઉપર ગ્રંથ લખાયા છે અને વીતરાગના શમપ્રધાન દર્શનમાં પરસ્પરને ન દેવા યોગ્ય શબ્દોથી નવાજવામાં આવ્યા છે. તમે મિથ્યાત્વી છે એ ગાળ તે આ સાંપ્રદાયિકોને તદ્દન સાદી લાગે છે, પણ પરસ્પરને ગધેડા, મૂર્ણાનંદે, ધર્મપી આદિ પાર વગરની ગાળો આપવાની પરસ્પર હરિફાઈ ચાલી છે, અને હજુ સુધી એ ઝઘડાને અંત આવ્યું નથી. નવયુગને આ તદ્દન હસવા જેવી વાત લાગશે. એક વાર બોલવું હોય તે ભલે એક વાર બોલે, બે વાર બોલનારા ભલે આગળ અને પાછળ બે વાર બેલે. એમાં ક્યું મેલ દૂર ચાલ્યું જાય છે? અને ભગવાનના ધર્મમાં ગાળાગાળી અને આક્ષેપ અને તે પણ ગૃહસ્થના મુખમાં ન છાજે તેવા – અને તે પણ શેને માટે? આમાં કયો મુદ્દાને સવાલ હતે? અને આમાં મરચા, માંડવા જેવી કઈ મહત્ત્વની બાબત હતી? મેં મારા ઘાટીને હુકમ આપ્યો હોય કે તેણે બપોરે ચાર વાગે ઝાડુ કાઢી સર્વ સાફ કરવું. તે ચાર વાગે તે જરૂર ઝાડુ કાઢતે હોય, પણ સવારે ઉઠીને પણ કાઢે તે તેમાં શેઠના હુકમને વાંધ આવે? અને સાફ કરવાની ક્રિયા વધારે વખત કરવામાં આવે તે તેમાં આનંદ લેવાનું હોય કે આક્ષેપ કરવાના હોય? અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy