SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ - -- પ્રકરણ ૨૬ નું ૩૫ www w w www vvv , એક ભાગ બની રહે છે. નીતિની પરાકાષ્ઠા ધર્મમાં થાય છે એ સમજવા માટે જૈનદર્શનને આ ગમાર્ગ સમજવા જેવો છે. યમનિયમમાં એ મહાન ત્યાગને સ્થાન જરૂર આવે છે, પણ નાના સદગુણેથી પ્રારંભ કરે છે અને એ રીતે જૈનદર્શનને આ વિકાસમાર્ગ વિચારવામાં આવે તે નીતિ અને ધર્મ વચ્ચે તફાવત રહેવા છતાં નીતિ સાપેક્ષ દૃષ્ટિએ ધર્મને એક વિભાગ બની રહે છે. જ્ઞાનને વિકાસ થતાં, પ્રકાશ એ નવયુગનું મુખ્ય અંગ થતાં, એ વિવેકની આવશ્યકતા અજ્ઞાન દૂર કરવા અને આત્મહિતને આદર કરવા માટે જણાતા, નીતિ નવયુગમાં કર્યું સ્થાન લેશે તે કલ્પી લેવું મુશ્કેલ નથી. પ્રથમ થોડી ભાંગડ જરૂર થશે, થોડો વખત અવ્યવસ્થિત આદર્શો અને જીવનક્રમ વચ્ચે જરા સંઘર્ષણ પણ દેખાશે અને તુલના કરવાના પ્રશ્નને અંગે દેખીતી ગૂંચવણે પણ થશે, પણ જ્ઞાન એ દીવે છે અને દીવાને પ્રકાશ વધતાં નીતિના ફેલાવામાં એનું નિઃસંદેહ પરિણામ આવશે. નવીન પ્રશ્નાની મુંઝવણ તુલનાત્મક પ્રશ્નની ગૂંચવણ નવયુગમાં ઘણી થશે એમ જે અત્રે જણાવ્યું તે જરા સ્પષ્ટ કરવાની જરૂર છે. મનુષ્યના જીવનમાં “આ કરું કે તે કરું ' એવી પ્રમાણિક ગૂંચવણ ઘણી થાય છે. દાખલા તરીકે શ્રી ભારતચક્રવતીને એક બાજુથી સમાચાર આવ્યા કે શ્રી આદિનાથ ભગવાનને કૈવલ્ય જ્ઞાન થયું છે અને નગર બહાર તેમનું આગમન થયું છે અને બીજી બાજુથી તે જ વખતે સમાચાર આવ્યા કે આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું છે. આ બેમાંથી પ્રથમ પૂજન કેનું કરવું એ મોટો સવાલ ભારતચકવતીને ક્ષણભર થઈ ગયે. આવી ગૂંચવણ અનેક વખત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy