SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ નવયુગને જૈન પ્રગતિને કરી ન શકાય. એવી કાળી રેષા દરેક ફેરફારની શરૂઆતમાં આવે છે, તે રેષાથી ડરી જવા જેવું નથી. તેનું ઉલ્લંધન કર્તવ્ય છે. સમાજશાસ્ત્રને આ અતિ મહત્ત્વને નિયમ છે તે ન સમજવાને પરિણામે કઈ વાર પ્રગતિ અટકી પડે છે. બીજી વાત એ છે કે થોડા પતિતના દાખલા કદી આગળ કરવા નહિ. એમ કરવાથી સર્વ પ્રગતિ અટકી જાય છે. એમાં એટલું ધ્યાનમાં રાખવાનું કે “કળશીનું રાંધીએ તે બે પાંચ માણાને બગાડ જરૂર થાય.” વિચારશીલ માણસ ૯૫ ટકાના સદુપયોગ તરફ જ ધ્યાન આપે છે, જ્યારે દેવગ્રાહી સ્કૂલનાના દાખલાઓને આગળ કરી નાની વાતને મોટું રૂપ આપે છે. આ વિચાર કરવામાં આવે તે સમાજ કદી પ્રગતિ કરી શકે જ નહિ. કઈ પણ બાબતને નિર્ણય કરવામાં લાભાલાભની તુલના કરવી અને તેમાં જે લાભને ભાગ ઘણો મેટ જણાય તે છેડા ભોગે તેને સ્વીકાર કરવો. ખાસ કરીને અપવાદદાયક થડા દાખલા અને નવીન માર્ગ કે પ્રથાની શરૂઆતની સ્કૂલનાઓને કદી આગળ કરવી નહિ. નવા ધોરણોને નવીન રીતિઓને નવા ફેરફારોને પણ નાના બાળકની પેઠે ચાલતાં અને સ્થિર રહેતાં શીખવું પડે છે; પણ બાળક ચાલવાનું શીખતાં પડી જાય તે કારણે જ તેને બેસાડી રાખવાનું કહેવાની ધષ્ટતા કઈ ભાગ્યે જ કરે. અને એક મહત્ત્વની વાત એ છે કે સમાજમાં ડાહ્યા માણસો વધારે પ્રમાણમાં હોય છે. એ લેકના ડહાપણને એક જ ઉપયોગ થાય છે અને તે એ કે દરેક બાબત થવાની હેય તેને અંગે પ્રથમથી કકળાટ કરી રાખો. એમાં શું થવાનું છે? એમાં શી સારી વાત છે? આવી વાત કરવી અને પછી શરૂઆતમાં કાંઈ થાય એટલે કહેવું કે ભાઈ! અમે નહેતા કહેતા? પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy