SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ નવયુગને જૈન શિસ્ત શીખવશે અને પિતે શિસ્તનો માર્ગ સરળ કરી આપવામાં સહાયભૂત થશે. નિયમસર એક પછી એક ચાલવાથી, પદ્ધતિસર ગોઠવણ કરીને સીધી પંક્તિ (યુ) કરીને અનેક કાર્યમાં ભાગ લેવાથી કામમાં સરળતા શીવ્રતા અને વેગ આવે છે અને તે શારીરિક બળવાળાને સુસાધ્ય છે. આ અગત્યની બાબતમાં થયેલ ખલનાનું પ્રાયશ્ચિત્ત કરવાનું પ્રાચીનોને માથે રાખી નવયુગ તેના બદલામાં એકદમ પ્રગતિ કરશે. એ કામ ઉપાડી લેશે અને આગળ ધપાવશે. અખાડા વગેરે કસરત તાલીમનાં સર્વ સાધને સ્ત્રી તથા પુરુષને બન્ને માટે સરજાવવાનાં છે. નવયુગમાં સ્ત્રીને પ્રત્યેક બાબતમાં સમાન સ્થાન છે. વિદ્યાર્થી વર્ગ હિંદની તેમજ પરદેશી રમતમાં ભાગ લેતે થઈ જશે, સ્વયં સેવકોમાં એ જોડાશે, રાષ્ટ્રીય સેવાદળ ઠામ ઠામ થઈ જશે, સામુદાયિક સેવાનું મહાન ક્ષેત્ર સામુદાયિક સેવકોને પણ ઉત્પન્ન કરશે, રાષ્ટ્રને માટે અનેક ભેગ આપવા વિદ્યાર્થી વર્ગ બહાર પડશે. એ દેશસેવાના કાર્યોમાં ખૂબ રસ લેશે. વિદ્યાર્થી અવસ્થામાં રાજકારણમાં ભાગ ન લેવાનું તેમને સૂચવવામાં આવશે તે ખાતર જ તે તેમાં ખૂબ રસ લેશે. નવયુગની એ એક નૂતનતા રહેશે કે જ્યાં એને દબાણ કે નીતિ (પાલિસિ)ને ચમકારો પણ દેખાશે ત્યાં એ સામે પડશે. અને જે તે માણસો સામે પડી શકતા નથી. સામે પડવા માટે માનસિક બળ અને માનસિક સમૃદ્ધિની જરૂર પડે છે અને તેને માટે શરીર સુઘટ્ટ અને મજબૂત તથા તાલીમદાર હોવાની જરૂર પડે છે અને તાલીમદાર શરીર માટે વ્યવસ્થાપૂર્વકની જનાની જરૂર રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy