________________
નવયુગના જૈન
પણ આ દૃષ્ટિબિંદુ સમજતા થઈ જશે અને સર્વનું સાધ્ય અખંડ શાંત અહિંસાભાવનાના પ્રચાર અને અમલનું અને આંતરરાષ્ટ્રીયતા ખીલવવાનું થઈ જશે. આંતરરાષ્ટ્રીય ભાવનાનો વિકાસ કરવા માટે પ્રથમ રાષ્ટ્રીય ભાવના ખીલવવી પડશે, પણ તેનું અંતિમ ધ્યેય રાષ્ટ્રના સ્વાર્થનું નહિ રહે, પણ સમસ્ત વિશ્વમાં પ્રેમભાવ અને શાંતિ વધારવાનું રહેશે. આ સ્થિતિ આવતાં વખત લાગશે, પણ સાધ્ય સમજવામાં નયુગ ગલતી નહિ કરે અને તેને નિરંતર લક્ષ્યમાં રાખી અન્ય રાષ્ટ્રાને તેમ કરતાં શીખવશે, તેમને પણ અહિંસાભાવનાથી ઓતપ્રોત કરશે અને ધીમે ધીમે એ સાબ્વે સને સાથે લઈ પહાંચાડવાનાં મડાણ કરશે.
૩૧૪
આ મહાન કાર્ય કરવા માટે આત્મત્યાગી નિઃસ્વાથ સેવા કરનાર અનેક વિભૂતિઓની જરૂર પડશે અને જરૂર પડશે તેવી ઉત્પન્ન પણ થશે. એ સ્વતઃ નીકળી ન આવે, એને તૈયાર કરવી પડે. એને યાજવી પડે, એને સાધનસંપન્ન કરવી પડે અને એને નભાવવી પડે, આ સર્વ કા નવયુગ કરશે.
વ્યક્તિ
કાર્ય કર્તા
આવા પ્રકારનું કાય કરનાર અનેક નરરત્ના નવયુગને સાંપડશે, તેઓ પેાતાની જાતને, પોતાના કુટુંબને, પેાતાના સમાજને વીસરી જઈ માત્ર અહિંસામય દુનિયા થાય, શસ્ત્રાગારા મર્યાદિત થઈ જાય, લડાઈ વિગ્રહ દ્વારા મનુષ્યના લાહી પડવાના અને કમેાતે મરવાના પ્રસંગેા બનતા અટકી જાય અને ઉચ્ચગ્રાહ સમસ્ત વિશ્વના થાય, એવા સાથી કામ કરનાર મોટી સંખ્યામાં નવયુગ ઉત્પન્ન કરશે. પછી સેવાભાવે કામ કરનાણ તરફ આક્ષેપના પ્રસંમા નહિ રહે, ટીકાની જરૂરિયાત નહિ રહે. જાહેરનાં નાણાંની સલામતી માટે ચિંતા નહિ રહે અને હિસાબ પ્રગટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com