________________
પ્રકરણ ૨૩ મું
રાજકારણ જૈન સમાજ મુખ્યત્વે વ્યાપારી હાઈ રાજદ્વારી બાબતમાં તેનું સ્થાન ઘણું મોડું આવે છે એ પરિસ્થિતિને અભ્યાસ કરીને નવયુગ રાજકીય પરિસ્થિતિને અંગે તદ્દન નવીન પ્રકારનું વલણ લેશે.
પ્રથમ તે રાજદ્વારી બાબતને અને વ્યાપારને ગાઢ સંબંધ છે એ નવયુગ જોઈ લેશે. અત્યારને વ્યાપાર દેશપરદેશ સાથે છે અને ભાવની વધઘટ આખી દુનિયાની અનેક પરિસ્થિતિ પર આધાર રાખે છે. પ્રત્યેક રાષ્ટ્ર સ્વતંત્ર હવા છતાં અરસ્પરસ એકબીજા પર ઘણે આધાર રાખે છે. તેના આયાત નિકાસના ધોરણે અને તેમાં વખતેવખત થતા ફેરફાર સમજ્યા વગર વ્યાપાર થઈ શકે નહિ એ નવયુગ જોઈ શકશે. અત્યારે પ્રધાનમંડળ આર્થિક પ્રશ્ન પર અવલંબે છે અને તેમાં ફેરફાર પણ આર્થિક મુદ્દા પર થાય છે. દેશપરદેશનાં નાણાં તથા ચલણના પ્રશ્નને વ્યાપારીઓએ તે બરાબર સમજવા જ પડે અને આ સર્વ પ્રશ્નોને રાજકીય બાબતે સાથે એટલે બધે અતલગને સંબંધ છે કે જે લોકોએ વ્યાપારમાં અગ્રસ્થાન લેવું હોય તેણે રાજકીય બાબતેમાં ઉપેક્ષા રાખવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com