SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૧મ એ ભારે આબાદ કરશે. એ પેાતાના દેશના આર્થિક પ્રશ્ના પોતાના હાથમાં લેશે, એમાં પરરાજ્ય કે પરદેશીઓની દરમિયાન ગીરીને એ દૂર કરશે અને ઔદ્યોગિક પરિસ્થિતિનાં હલકાં તત્ત્વા દેશમાં દાખલ થવા ન દેતાં પાશ્ચાત્ય અને પૌર્વાત્ય સમાજવાદનું સંમિશ્રણ બનાવી એ હિંદુ માટે ભારે આશ્ચર્યકારક આર્થિક ઘટના ઊભી કરશે. ૨૦૯ એ પ્રમાણે કરવા માટે એને રાજદ્વારી બાબતમાં ભાગ લેવા પડશે. તેને અંગે આર્થિક સ્વરાજ્ય પ્રાપ્ત કરવું પડશે અને તેને માટે ભાગે પણ આપવા પડશે. એ સર્વ ધટના રાજ્યદ્વારી સ્થિતિમાં વિચારશું. અહીં તે વ્યાપારી કામે વ્યાપારની સ્થિતિ જાળવી રાખવા શું શું કરવું પડશે તે વ્યાપારી નજરે જોઈ જઈએ છીએ તે લક્ષ્યમાં રાખવું. અત્યારે જૈન ક્રામના હાથમાં જે ધંધા છે તે સર્વ લગભગ ચાલ્યા જશે, પણ એની વ્યાપારને અંગે જોઈતી હિસાબ ગણવાની આવડત સાહસ અને વ્યાપારની ધૂન તેનામાંથી જશે નહિ. નવા સંયોગાને તાખે થઈ વ્યાપારનાં નવાં ક્ષેત્રા અને નવી પદ્ધતિમાં એ સાહસથી ઝંપલાવશે. અત્યારે ગામડામાં શાહુકારી ણે ભાગે જૈતાના હાથમાં છે તે સહકારી સમિતિઓને અંગે નાશ પામી જશે, પણ શરાફી વ્યાપાર જૈના તદ્દન નવીન પદ્ધતિએ વધારે ખીલવી શકશે. વહેંચણીના ધંધા ઓછા થઈ જશે અને તેમાં કસ પણ નામને થઈ જશે, પણ તે જ વખતે ઉત્પત્તિનાં ક્ષેત્રા અનેક પ્રકારનાં ઉધડશે અને ત્યાં નવયુગ પ્રવેશ કરી દેશે. એને માટે શિક્ષણુ જોઈતું ધન આદિ અનેક નાની મોટી વ્યવસ્થા નવયુગ આગળ પડીને કરશે અને તેમાં તે અગ્રભાગ લઈ જૈનનું વ્યાપારમાં અગ્રસ્થાન જાળવી રાખશે, ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy