SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રકરણ ર૧ મું વધઘટથી ધનવાન થવા માગતા હશે તે તેમને સમાજ પોતાના અંગના નહિ ગણે. આ આખી હકીકત સદા અને જુગાર બન્ને પ્રકારને લાગુ પડે છે. આર્થિક દષ્ટિએ એવા વ્યાપાર પર ગુજરાન કરનાર દેશના દ્રવ્યમાં વધારે કરનારા ન હોઈ અને એમાંથી આળસ, વ્યસન અને બેદરકારીપણું વધવાનાં અનેક ઉદાહરણ હોઈ એને જરા વખત ચાલુ રાખવામાં હિંદની ગરીબ પ્રજા પર નકામે બે ગણાશે અને દેશને વહીવટ હાથમાં આવતાં આ સમાજ આવા ભયંકર જીવનસાધનો પર છીણી મૂકશે અને તે કાર્ય કરવામાં, તેની હીલચાલ કરવામાં અને તે અનુસાર નવીન કાયદા કરાવવામાં નવયુગની જૈન પ્રજા અગ્રેસર ભાગ ભજવશે. એમ કરવા જતાં એવી આડત દલાલી કરનારા અનેક જન અથવા જૈને રખડી જશે એવો વિચાર નવયુગ નહિ કરે, પણ દેશ પરનો મહાઅનર્થકારક બોજો હટાવી દેવાનું પુણ્ય હાંસલ કરવાની તકને પૂરે ઉપયોગ પોતે કરે છે એમ નવયુગ માનશે. આ સટ્ટાને વ્યાપાર જેને ખોટી રીતે “વ્યાપાર' કહેવામાં આવે છે તેની સાથે આવતા માલના સોદાને ઘૂંચવી નાખવા નહિ. કેટલાક માલને આવતાં જ વખત લાગે છે, તેના સોદામાં સટ્ટાનું સહજ તો તે રહે છે, પણ એની કક્ષા જૂદી છે. પરદેશી માલ ન લેવાના ખ્યાલને અંગે આવા સદા ઉપર અંકુશ પડશે તે વળી જૂદો જ સવાલ છે, પણ એને સદા કે જુગારની કક્ષામાં મૂકવામાં આવશે નહિ. આવા આવતા માલના સોદામાં પણ ખાંડના ધંધામાં અનેક લેકે પાયમાલ થઈ ગયા છે અને જૈન કેમ તે હતાશ થઈ ગઈ છે. એ સર્વ બાબત ધ્યાનમાં લઈ તેના ઉપર પણ નવયુગ અંકુશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy