SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૧ મું ૨૮૩ mmmmm ધંધાને અંગે મિલ કરતાં, રંગનું કારખાનું કરતાં એ મુંઝાશે નહિ. એ કઈ નવીન પ્રકારે પિતાની જાતને સમજાવી લેશે. નવયુગમાં કુટુંબભાવના મંદ પડશે, વ્યક્તિવાદ વધી પડશે અને તેથી તે ભાગીદારી કરશે, પણ કુટુંબના આળસુઓને પિષનારા વ્યાપારની પદ્ધતિ નહિ સ્વીકારે. જે વ્યાપાર કરશે તે પૂરતી હકમતથી, આવડતથી, જેમથી, આંકડાઓના અભ્યાસથી, ગણતરીથી અને મન લગાડીને કરશે અને ગભરાઈ જશે નહિ, મુંઝાઈ જશે નહિ અથવા એકને એક સ્થાને પડી રહી રડ્યા કરશે નહિ. “ફરે તે ચરે' એ ન્યાયે કામ લેશે. છેતરપીંડી, દંભ કે બેટા હિસાબ, ઘરાકને ઊંધુંચતું સમજાવવું, ઇરાદાપૂર્વક પેટા દસ્તાવેજ કરવા–આવી બાબતે નવયુગ નહિ કરે, પણ તેને બદલે કુશાગ્રબુદ્ધિથી ઘરાકની જરૂરિયાતને અભ્યાસ કરી માલ પૂરો પાડવા–બનાવવા તે ગોઠવણ કરશે. ઉપરની સર્વ બાબતે એકંદરે સમજવી. કોઈ કાળાં મેઢાં પણ નીકળશે, પણ તેના ટકા બહુ જૂજ રહેશે. દીવાળું કાઢવું અને મરવું બરાબર ગણવામાં આવશે અને નેક આબરૂ માટે ખાસ ચીવટ રાખવામાં આવશે. ધનિકવર્ગ અને ગરીબ વચ્ચે અંતર છે તેથી પણ વધારે બનશે પણ ધનવાન થવાની તક સર્વને મળશે અને વ્યવહારૂ અભ્યાસવાળે અને વધારે ફાવશે, જ્યારે બાપદાદાની મૂંછ ઉપર તાગડધિન્ના કરનારા બહુ થોડા વખતમાં પાછા પડી જશે. નાણાના રોકાણને સવાલ નવયુગમાં ખૂબ અગત્યને બનશે અને તેને અંગે આવડત વગરના ધનવાનના નબીરાઓને ગરીબ અથવા તદન સામાન્ય કે મધ્યમ થઈ જતાં વખત નહિ લાગે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy