SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૪ નવયુગને જૈન વાપરનારને પૂરો પાડે એ કાર્ય વ્યાપાર કરે છે. આ આખો પ્રશ્ન વહેંચણી (distribution)ની કક્ષામાં આર્થિક નજરે આવે છે. આધંધાને કમિશન એજન્ટનું કાર્ય ગણવામાં આવે, ડેલ ક્રીડેરી એજન્ટનું કામ ગણવામાં આવે કે જથાબંધ ખરીદી પરચુરણ વેચવાનું કામ ગણવામાં આવે. પણ એ સર્વમાં માલની વહેંચણીને જ લાગેવળગે છે. આમાં ઉત્પત્તિને પ્રશ્ન આવતું નથી. થોડાક મિલવ્યવસાય ઉત્પત્તિના વિભાગમાં આવે તે પ્રમાણમાં અલ્પ હાઈ તે પર આગળ વિચાર કરવામાં આવશે. જૈનેને માટે ભાગ જથાબંધ માલ વેચનાર, પરચુરણ વેચનાર અને તેવાને ત્યાં નોકરી કરનાર એટલે કે મુનીમ, મહેતા કે નામું લખનાર–એટલામાં મોટે ભાગે રોકાયેલો હોય છે. આમાં ધ્યાન રાખવાની બાબત “વહેંચણી'ની છે અને નફો માત્ર ધીરધાર કરવાની કુનેહ, ખરીદ કરવાની આવડત અને ઘરાકને રીઝવવાની ચાલાકી ઉપર આધાર રાખે છે. આમાં મુદ્દાની વાત વહેચણી શબ્દ પર છે તે લક્ષ્યમાં રાખવું. સટાને વ્યાપાર ગણ એ ભૂલભરેલું હોઈ તેને અલગ વિચાર નવયુગની નજરે આ જ વિભાગ નીચે આગળ કરવામાં આવશે. વહેચણું સામેના બે પોકાર અત્યારે આ વહેંચણીના વ્યાપારપ્રકાર તરફ બે મોટા પ્રસંગે ઉઠયા છે તે પ્રત્યેક ખાસ વિચારવા યોગ્ય છે. ૧. આર્થિક વિચારકે કહે છે કે માલ ઉત્પન્ન કરનાર અને વાપરનાર એ બે છેડાઓ છે તેની વચ્ચે રહેનારા વ્યાપારીઓને નફે કાઢી નાખે જોઈએ-નહિવત કરવા જોઈએ, માલ વેચનારાને આ વિભાગ વચ્ચેથી કાઢી નાખવો જોઈએ, કારણું કે તેઓને ઉત્પત્તિમાં હાથ નથી, તેઓ માલનો વપરાશ કરતા નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy