SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૮ મું r કન્યાવિક છેલ્લાં સો બસો વર્ષથી આ ભયંકર રિવાજ દેશમાં પેસી ગયું છે. પ્રથમ બાળલગ્ન કેટલાંક ઐતિહાસિક કારણે દાખલ થયા, પછી ઘરડાંઓને પણ પરણવા ઈચ્છા થઈ. ત્યાં દીકરીને ગાય સાથે સરખાવવાની પ્રથા વધતી ચાલી. પછી એને મનુષ્ય ન ગણતાં એક વસ્તુ તરીકે ગણવાની રીતિ દાખલ થઈ. પછી એ વેચવાની વસ્તુ ગણણી. પછી લીલામમાં એને માટે જે વધારે રકમ આપે તેને આપવાની–વેચવાની રીતિ દાખલ થઈ સમાજને ઘાત થાય છે ત્યારે કાંઈ હિસાબ રહેતું નથી. જે માબાપે કષ્ટ વેઠીને દીકરીને ઉછેરે તેને એક વેચવાની ચીજ ગણે, વય આવડત કે શક્તિનો ખ્યાલ ન કરતાં મડાં સાથે પણ ગાંઠ બાંધતાં લજવાય નહિ અને દીકરીને આપવાના બદલામાં સેંકડો હજાર રૂપિયા લે અને તેની દ્વારા પિતાને વસીલો વધારવા ચાહે એ તે નૈસર્ગિક પાતની પરાકાષ્ટા કહેવાય. આ રિવાજ પ્રથમ વિવાહખર્ચને અંગે શરૂ થયું. અસલ ઠીક ઠીક કે કહેવાતા ખાનદાનને અમુક વરા જમણવાર તે કરવાં જ પડે, એ ખર્ચને પહોંચી વળવા સાધારણ રકમ લેવાથી વાત શરૂ થઈ. પછી વિવેકને સર્વથા નાશ થશે. તેર વર્ષની કુમળી બાળાને પાંસઠ વર્ષના મરણને કાંઠે બેઠેલા પાંચમી વાર પરણનારને આપવાના સેંકડે દાખલા બન્યા. આ સર્વેમાં માબાપની અને ખાસ કરીને બાપની સ્વાર્થવૃત્તિ અને સમાજના આગેવાન પટેલિયાઓની અધમ નીતિ જ કારણભૂત છે. માબાપ સારા ગૃહસ્થ સાથે સગપણ થતાં પિતાના અનેક સ્વાર્થ સાધવા લલચાય અને આ રીતે દીકરીની દેરવણું થવા માંડી. કન્યાની દૃષ્ટિથી કદિ સવાલ વિચારાયા નથી. મૂર્ખ, અભણ, પિતાને નિર્વાહ પણ ન કરી શકનાર, કદરૂપા, નિસ્તેજ માણસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy