SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. નવયુગને જૈન રહેશે. એ જૈન જૈન વચ્ચે લગ્ન કરવાની વાતને ખૂબ ઉત્તેજન અને પ્રેરણા આપશે. એને મુદ્દો પણ એક શાસન નીચે રહેનાર પર બંધુભાવના વધારવાને જ રહેશે. એ ગૃહસ્થ ધર્મને અંગે લગ્નની સંસ્થાને ગૃહસ્થના આદર્શમય બનાવવાની, એને વિશાળ પાયા પર રચવાની અને એના અમલ દ્વારા એકતા સાધવાની તક બરાબર સાધશે. સમાન ધર્મીઓમાં લગ્ન સંસ્થા દ્વારા એકતા લાવવાને સંપ અને સહકાર વધારવા અને તેમ છતાં રાષ્ટ્ર ધર્મ અને વિશ્વબંધુત્વને વિરોધ ન આવે તેને એ ભીષ્મપ્રયાગ કરશે અને તેમાં તે જેટલે અંશે ફતેહ મેળવશે તેના પ્રમાણમાં જૈનત્વની પ્રગતિ થતી જશે અને બહુ થોડાં વર્ષમાં એ એવા પ્રકારની એકતા સ્થાપી સમસ્ત જૈનોમાં લગ્નવ્યવહાર ખુલ્લો કરાવી શકશે. આ વિચારણું અને અમલથી થનારા લાભ અને તેની જુદી જુદી પાયરીઓને અત્ર વિચાર કરવાનું સ્થળ નથી, પણ એને પરિણામે સનબદ્ધ જૈન આદર્શ એની ઘણી મોટી સંખ્યામાં પ્રગતિના દ્વારે ખડે થઈ જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy