________________
ર૧૨
નવયુગને જૈન
નાતના આગેવાનોને દીવા જેવું લાગશે અને છતાં ઈચ્છાવિરુદ્ધ સંસાર માંડવાની સત્તાન છોકરીને ફરજ પાડી શકશે નહિ એ જ્ઞાતિજનોની બીજી મુંઝવણ
અને ત્રીજી મુંઝવણ નવયુગની છોકરીઓ જ્ઞાતિમાં આવીને કહેશે કે અમારા પ્રશ્નને નિકાલ કરનારા તમે કોણ? તમે વહીવટ કરવામાં બરાબર અર્ધી સંખ્યામાં સ્ત્રીઓને સ્થાન આપો, ચૂંટણીના ઘેરણ પર જ્ઞાતિને વહીવટ કરે અને બહુમતને ધરણે પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિ સ્વીકારે. સત્તામદમાં અંધ થયેલા પ્રાચીનેને આ ભારે આઘાતક દલીલ લાગશે, પણ એને કશો જવાબ આપી શકશે નહિ. જ્ઞાતિના પ્રશ્નોને નિકાલ અમુક પટેલિયા અને તે પણ પુરુષે જ કરે એવો તાંબાને પતરે કરી આપેલે કોઈ લેખ નીકળશે નહિ અને આવી મૂળ બાબતમાં ચાલી આવતી “રૂઢિને દલીલને સ્થાનકે મૂકી શકાશે નહિ. આ ત્રીજા પ્રશ્નથી ભારે ગૂંચવણ થશે. એ દેખીતે અશક્ય લાગત પ્રસંગ નવયુગ બેસે તે પહેલાં પણ આવી જશે. ચારે તરફ એની ઝણઝણાટી થઈ રહી છે, દિગંતમાં એનું વાતાવરણ જામવા માંડયું છે અને સેંકડો વર્ષથી સ્ત્રી જાતિને થયેલા અન્યાની નોંધ તૈયાર થવા માંડી છે. આ ગૂંચવણમાંથી પ્રાચીન કેવી રીતે પાર પડશે તે જોવા જેવું થશે. નવયુગ તે આ પ્રત્યેક પગલાં, એ દરેકની કિંમત અને અંત પરિણામ બરાબર જોઈ રહ્યો છે અને એને પરિણામ માટે શંકા નથી.
આ સર્વ કારણે ધ્યાનમાં રાખી નવયુગ ઠરાવ કરશે કે માતપિતાની સંમતિથી અથવા પોતાની ઇચ્છાથી કન્યા કેઈ પણ જૈનને પરણે તેમાં તેણે સલાહ તરીકે નીચેના નિયમો ઉપર લક્ષ્ય રાખવું. એણે પતિની પસંદગીમાં ધર્મને અગ્રસ્થાન આપવું, પિતાને ભવાંતર બગડી ન જાય અને બાળકાળની કેળવણીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com