SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ નવયુગને જૈન સ,.......... ~ -~ .. રૂ સજ્ઞાન સર્વ જૈનને મતાધિકાર મળશે. સંધના ફેંસલા એક નાની સમિતિ આપશે. તે નિષ્પક્ષ અને સાપેક્ષ રહેશે. સંઘના ફેંસલા તરફ જનતાની રૂચિ ઉત્પન્ન થશે અને લેકે તેને વધાવી લેશે. સંધ સ્થાનિક સર્વે પ્રશ્ન વિચારશે. સામાજિક પ્રશ્નો તે શહેરને લાગેવળગે તેટલા જ વિચારશે અને વિશેષ વિશાળ–મેટા પ્રશ્ન ઉપર પ્રાંતિક સંગઠનને લખી મોકલશે. પ્રત્યેક જૈન વ્યક્તિને કેવી રીતે અગવડમાંથી દૂર કરાય તે સંબંધી તે બનતી યોજના કરશે. તે માત્ર નેતરાં માનવાં કે સંઘબહાર કરવા જ નહિ મળે અને એ બંને બાબતે તે નવયુગમાં તદ્દન નહિવત થશે, પણ ખરું કાર્ય છે તે સહકારનું કરશે. આર્થિક પ્રશ્ન વિચારવા, વ્યાપારધંધે, ખેતી ઉત્પત્તિ, સ્વદેશી, ઔદ્યોગિક એ સર્વ પ્રશ્ન સ્થાનિક દૃષ્ટિએ વિચારશે અને સહકારી મંડળ (કે-ઓપરેટીવ)ને ધોરણ ઉપર જેની પાસે વધારે ધન હશે તેનું જમે કરી જેને જરૂર હશે તેને યોગ્ય સલામતી સાથે પીરશે. એકંદરે સંઘના સભ્યની સર્વ પ્રકારની અડચણે–અગવડો દૂર કરવા સ્થાનિક સંધ મજબૂત પ્રયત્ન કરશે. સંઘબંધારણના ઘણાખરા નિયમે સર્વ સ્થાને સામાન્ય રીતે એક સરખા રહેશે, પણ સ્થાનિક પરિસ્થિતિ પર લક્ષ્ય રાખી જરૂરી વધારા સુધારા કરવામાં આવશે. પ્રત્યેક સજ્ઞાન સ્ત્રીપુરુષ જૈનના મતાધિકાર સંબંધમાં કોઈ પ્રકારને અપવાદ કરવામાં આવશે નહિ. એ ઉપરાંત ઉપયેગી પ્રશ્ન વિચારવા અને પરસ્પર સહાય કરવા પ્રાંતિક સંઘ સંગઠનને પણ આવિર્ભાવ થશે. તેમાં સ્થાનિક સંઘે પ્રતિનિધિ મોકલશે અને આખા પ્રાંતને લાગુ પડે તેવા પ્રશ્ન આ પ્રાંતિક સંગઠને વિચારશે, નિરધારશે અને તેની અને સ્થાનિક સંઘની વચ્ચે ખૂબ સહકાર અને આદર રહેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy