SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ મું ૧૪૧ બાબતોમાં એક જ જાતની માન્યતાવાળા છે. એક મુદ્દા ઉપર મતભેદ થયે તેથી બાપે માર્યા જેવા વૈરની ઉત્પત્તિ કેમ થઈ હશે અને તેને કઈ સમજણથી પિષણ મળ્યું હશે તે વાત પણ નવયુગના ગ્રાહ્યમાં નહિ આવે અને આ સંગઠન નવયુગ પહેલી તકે કરશે. એમ કરવામાં તેમને અડચણ પડશે તે દૂર કરવાની આવડત, ધીરજ અને શક્તિ નવયુગ પિતાના જ્ઞાનપ્રકાશથી સુવ્યવસ્થિત રીતે પ્રાપ્ત કરશે. પરિણામે ગામેગામના સ્થાનકવાસી મૂર્તિપૂજકના ભવાડા અને કહેતાંબર દિગંબરના પ્રિવિકાઉન્સિલ સુધીના ફજેતા અટકી જશે અને જનતાને એક બાપના દીકરાઓ લડે તેનું નાટક જેવાનું બંધ થશે. આ ઝઘડા બંધ થયા પછી નવયુગે કરવાનું કાર્ય આગળ વિચારવાનું છે, પણ તે પહેલાં અંદર અંદરના ગચ્છના અને પેટા ગચ્છના ઝઘડાનું સંગઠન અથવા તે ઝઘડાને નિકાલ કેવી રીતે થશે તે જરા જોઈ જઈએ. નવયુગ એ ઝઘડાઓને તપાસી હસશે. એને એમ થશે કે આવી સામાન્ય બાબત માં વિર્ય વ્યય શા માટે કરવામાં આવ્યું હશે ? એ ઝઘડાને ઇતિહાસ તપાસી એને સમન્વય કરશે અને તે કેવી રીતે કરશે તેની રૂપરેખા શરૂઆતમાં વિગતવાર બતાવી છે. એ દરેકને પિતાની માન્યતા પ્રમાણે વર્તવા છૂટ આપશે. તમે વાર્ષિક પ્રતિક્રમણ કરી વૈરવિરોધ શમા એ મુદ્દો છે, પણ એથે કરે કે પાંચમે કરે એમાં કોઈ મુદ્દો નથી, એ ઝઘડામાં કાંઈ વિચારવા જેવું પણ નથી. એવી જ રીતે ચાર થઈ બેસવાથી કે ત્રણ જ બોલાવાથી મેક્ષ નજીક કે દૂર થઈ જાય છે એમ માનવાની નવયુગ જોરશોરથી ના પાડશે. આ પ્રમાણે નાના મોટા પ્રત્યેક મતફેર માટે સમજવું. એ સર્વ વિરે ક્રિયાવાદના છે, સાધનધર્મના છે અને વિશાળ વીતરાગ દષ્ટિએ અકર્તવ્ય છે; આવો અભિપ્રાય બુદ્ધિશાળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy