________________
-
-
પ્રકરણ ૧૨મું
*
*
*
-
V
v
v
v
આવશે. ગામેગામ અને શહેરેશહેર આવાં જ્ઞાનસત્ર મંડાય અને નભાવાય તેને માટે ખાસ યોજના નવયુગ કરશે. આ બાબતમાં તે ખૂબ રસ લેશે અને જ્ઞાન પ્રસારને ધર્મનું ખાસ અંગ ગણવામાં આવશે.
ભાષણ ધર્મપ્રસાર માટે ભાષણને એક ઉપયોગી સાધન ગણવામાં આવશે. સાધુ મહારાજ જ્ઞાનને પ્રસાર જાહેર સ્થાનોમાં વ્યાખ્યાન આપીને કરશે. તેઓની બોલવાની પદ્ધતિ અને ભાષા અસરકારક અને શૈલી તદ્દન નૂતન રહેશે. એનો વાક્યપ્રયોગ સાહિત્યની ભાષાને અનુરૂપ થશે. મહાવીર કહેતા હવા” એવા વાક્ય પગે બંધ થઈ જશે. ખડી ભાષામાં સર્વને ગ્રાહ્ય થાય તેવી પદ્ધતિએ ધર્મના ઊંડા વિષયો ઉપર પ્રવચને થશે. તત્ત્વચિંતવન, સૃષ્ટિક્રમ, અનાદિત, કર્મને સિદ્ધાંત, નિગદને સિદ્ધાંત, નયપ્રમાણનું જ્ઞાન, વ્રત પચ્ચખાણની વિશિષ્ટતા, દ્રવ્યપૂજન ભાવપૂજન વૈજ્ઞાનિક નજરે, ગૃહસ્થ ધર્મના આદર્શો, સુઘડતા ને ધર્મ સાથે સંબંધ, વિજ્ઞાન અને ધર્મની નજરે અવાજ, પ્રકાશ, વીજળી, ગુરુત્વાકર્ષણ, ધર્મ અને વ્યવહારનો સમન્વય, બાર વતની કુંચીએ, દ્રવ્ય શ્રાવકત્વ અને ભાવ શ્રાવકત્વના આંતરરહસ્ય, સમકિતનું
સ્થાન, ગ્રંથભેદનું રહસ્ય, ગુણસ્થાનક્રમારેહ, આઠ દૃષ્ટિઓ, પ્રથમની ચાર દષ્ટિ અને મિથ્યાત્વ, એધ દષ્ટિમાં સંસ્થિતિ, નયપ્રમાણ જ્ઞાનની અભિનવતા, સપ્તભંગીનું સ્વરૂપ, અનેકાંત મત છતાં નિર્ણયની સ્પષ્ટતા, અનેકાંતતાની મર્યાદા, અનેકાંત માર્ગ અને ગણિતનાં સત્ય, વેગને પૂર્વકાળ, યુગમાં પ્રગતિ, ધ્યાનના ભેદ, શૈલેશીકરણની વ્યાપકતા, મેક્ષમાં ચેતનનું વ્યક્તિત્વ, શમ
ભાવની વિશિષ્ટતા, સંવેદ અને નિર્વેદના તફાવત, હિંસાહિસાદિનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com