________________
પ્રકાશકનુ નિવેદન
જૈનજ્યાતિ સાપ્તાહિક પેાતાના ગ્રાહકાને દર વર્ષે એક સુંદર પુસ્તકની ભેટ ધરે છે. પ્રથમ વર્ષે શ્રી. નાગકુમાર મકાતી બી. એ. એલએલ. ખી.ની રસભરી કલમથી લખાયેલી શત્રુ જ્યાદ્વારક સમરસિંહ નામની ઐતિહાસિક નવલકથા આપવામાં આવી હતી અને ખીજા વર્ષીમાં કુદરત અને કલાધામમાં વીસ દિવસ એ નામનું મારું લખેલું દળદાર પુસ્તક ગ્રાહકેાને સાદર ભેટ આપવામાં આવ્યું હતું. ત્રીજા વર્ષે જૈનસમાજના અગ્રગણ્ય વિચારક અને વિદ્યાપ્રેમી લેખક શ્રી. મેાતીચ'દ ગિરધરાલ કાપડિયાએ ઇ. સ. ૧૯૩૧ની રાષ્ટ્રીય લડત પ્રસંગે મેળવેલા નિવાસ દરમિયાન તૈયાર કરેલું નવયુગના જૈન એ નામનું પુસ્તક ભેટ આપવામાં આવે છે. જૈનજ્યેાતિના વાર્ષિક પાણાચાર રૂપિયાના પ્રમાણમાં આવડું મારું પુસ્તક આપવાનું ભાગ્યે જ પરવડી શકે તેમ છતાં આ પુસ્તકની અંતર્ગત દર્શાવેલા વિચારે જ્યારે હું સાદ્ય ત અવલેાકી ગયા ત્યારે જૈનજ્યેાતિના દરેક ગ્રાહકે આ પુસ્તક મનનપૂર્ણાંક વાંચવું જોઈએ એ પૃચ્છા અત્યંત બલવતી થઈ અને તે કારણ જ આ પુસ્તક ભેટ તરીકે આપવાના નિર્ણય કર્યો. મને આશા છે કે ગ્રાહકબંધુઓને આ પુસ્તક નવયુગની ગીતા સમું મા દશક થઈ પડશે.
શ્રી. મેાતીચંદભાઈ એ કાઇ પણ જાતના બદલાની આશા રાખ્યા સિવાય આ પુસ્તક પ્રગટ કરવાની અનુમતિ આપી તથા શ્રીજી રીતે પણ પ્રકાશનના કાર્ટીમાં સરળતા કરી આપી તે માટે આ સ્થળે તેમને આભાર માનું છું.
—પ્રકાશક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com