SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ નવયુગને જૈન “ઉપભોગ” એટલે જે એકની એક વસ્તુ અનેક વાર ભોગવાય છે. આ ભોગ અને ઉપભેગને અંગે ઉપર જણાવી તેવી સ્થિતિ રહેશે અને કેટલુંક અવ્યવસ્થિત રીતે ચર્ચા કરવાનું સ્થાન પણ પ્રાપ્ત થશે. અનર્થદંડની બાબતમાં સ્થિતિ બગડશે. નાટક સિનેમાને ઉપગ હદ પાર થશે. સિનેમાને કેળવણીના કાર્ય માટે ઉપયોગ થશે તે અનર્થદંડની કટિમાં નહિ ગણાય. પણ એ આનંદઆરામને વિષય પણ થશે. વ્યાપારધંધાને અંગે સલાહ આપવાનું થશે. મેટાં કારખાનાના શેરહોલ્ડર થવામાં સાતમા અને આઠમા વતને વિરોધ આવશે. પ્રમાદ આચરણ એછાં થશે. નવયુગમાં અન્યની ટીકા કરવાને નિંદા કરવાનો સમય જ અપ મળશે. જનસમાજ જેમ જેમ વધારે સંકીર્ણ થતું જાય તેમ તેમ આ રૌદ્ર ધ્યાનના પ્રસંગે વધારે આવે તે સંભવ છે. આ સંબંધમાં ઉપયોગ રહેશે, પણ પ્રસંગે ઘણું વધી જશે. એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે અત્યારના અનર્થદંડના પ્રસંગે કરતાં તદ્દન નૂતન પ્રકાર જ હસ્તીમાં આવશે. આ રીતે ત્રણ ગુણવ્રતની હકીકત થશે. ચાર શિક્ષાને અંગે સ્થિતિ કેવી રહેશે તે સંક્ષેપમાં જોઈ જઈએ. સામાયિક તરફ નવયુગની રૂચિ રહેશે. તે યથાવકાશ સામાયિક કરશે અને તે વખતને ઉપગ વાચન કરવામાં મુખ્યતયા કરશે. સામાયિક તરફ જનતાની રૂચિ વધશે. જૈનધર્મનું એ એક ઉત્તમ વ્રત ગણાશે. બે ઘડી સંસારને છોડી દેવાને આદર્શ જ ઘણો સુંદર અને આકર્ષક લાગશે. દેશાવનાશિક વ્રતને અંગે દિપરિમાણવ્રતની સર્વ ટીકા લાગુ પડે છે. પૌષધવતને ઉપરના સામાયિકવ્રતની સર્વ ટીકા લાગુ પડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy