SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮મું થઈ પડેલાં દુઃખી માને, રેગી, દમલેલ અને ખાસ કારણસર સમાજ ઉપર પડેલા સાચા દીનની સેવા કરવી, એની જરૂરિયાત પૂરી પાડવી, એને કપડાં, ઔષધ, આ સ્થાન, રહેઠાણ આદિ પૂરાં પાડવાં એને નવયુગ ખાસ મહત્ત્વનું સ્થાન આપશે. એ સાચા દીનદુઃખાની સેવા કરવામાં પોતાના જીવનની લ્હાણ સમજશે, એને માટે પદ્ધતિસરની યોજનાઓ તે રચશે અને પોતાની અનુકૂળતા પ્રમાણે તેમાં તે પોતાનાં ધન, આવડત અને સેવાનો ફાળે વગર સંકેચે ફરજ સમજીને આપશે. દીન શબ્દમાં રોગી, અનાથ, નિરૂધમી અશક્ત, અને વૃદ્ધને એ સમાવેશ કરશે. એ આળસને ઉત્તેજન આપવાના કાર્યને ગુણ નહિ માને. ખાધેલાને ખવરાવી અકરાંતિયા કરવાના કેઈ પણ કાર્યને તે સ્વીકારશે નહિ. વ્યવસ્થાસર દવાખાનાં, આરોગ્યમંદિરે, સુવાવડખાનાં, બાળાશ્રમો, અનાથાલયે યોજવાં, બાંધવાં, ચલાવવાં– એને માટે નવયુગ મેટા પાયા ઉપર રચનાઓ કરશે. એને વિશ્વદયાને ખ્યાલ એને આવ્યયની તુલના શીખવશે અને વિશેષ લાભ ખાતર નાનાં પાપો તે (આરંભસમારંભાદિના) કરવામાં શ્રી વીરના દશ ઉપાસકોને દષ્ટાંતે સરવાળે લાભ માનશે. એ માનસિક દીનતાને અંગે વાચનાલય, પુસ્તકાલય, અભ્યાસમંદિરે, વિદ્યાર્થીગૃહો, વિદ્યામંદિરે, વિશ્વવિદ્યાલય યોજશે અને તેને ચલાવવામાં પોતાની શક્તિ, આવડત અને અનુકૂળતાનો ઉપગ કરશે. આ ઉપરાંત સ્થળ, માનસિક કે હૃદયના દીને માટે એ ભાષણ આદિ અનેક યોજનાઓ કરશે અને તેને વ્યવસ્થિત રીતે ચલાવવામાં બનતો રસ લેશે. અતિથિની સેવા પણ એ જરૂર કરશે. પણ અતિથિની ગ્યતા પણ સાથે બારીકીથી વિચારશે. આતિથના તેના ખ્યાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy