SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮ મું વિસ્તારશે, ફેલાવશે અને તેની પ્રગતિમાં-વિસ્તારમાં–જાહેરાતમાં એ જૈન દર્શનની વૃદ્ધિ જોશે. એની ધર્મ સાંભળવાની રૂચિ પ્રબળતર રહેશે, પણ ઉપરની સર્વ શરતે સાથે તે બાબતને છેવટને તેને નિર્ણય રહેશે. (૧૫) ત્યાર પછી અજિર્ણ થયું હોય ત્યારે નહિ ખાવાની – ભજન ત્યાગની વાત સળમાં ગુણમાં આવે છે. એ તે વૈદકને વિષય છે. એવી બાબતમાં એને વૈદ્ય અથવા ડાકટર સલાહ આપશે તેમ તે કરશે. અજિર્ણ થવા છતાં ભૂખ્યા રહેવાથી નુકસાન થાય, લાંઘણ કરવાથી વાયુનું જોર વધી જાય – એવી એને સલાહ મળે તે તે ખાય પણ ખરે. આ બાબતને ધર્મ સાથે ખાસ સંબંધ હોય એમ તે નહિ માને. સામાન્ય રીતે એ અજ્ઞાન માણસની પેઠે ખા ખા તે નહિ જ કરે, પણ એ બાબત ધર્મની નજરે ન જોતાં એ આરોગ્યની નજરે જેતે થશે. (૧૬) સત્તર ગુણ પણ ખાવાની બાબતો અંગે છે. ત્યાં જણાવે છે કે વખતસર અને શાંતિથી ભોજન કરવું. જમવાની નિયમિતતાથી ઘણું વ્યાધિ અટકાવી શકાય છે અને જમતી વખતે શાંતિ હેય તે ખાધેલ પદાર્થ સારી રીતે પચે છે. આ સૂત્ર તે બહુ સારી રીતે જાણશે અને તેને અનુસરવા યત્ન કરશે, પણ નવયુગનું સંકીર્ણ જીવન તેને નિયમિત રાખી નહિ શકે તે તેમ કરવામાં સ્વધર્મથી પતન થાય છે એમ તે નહિ માને. એ પિતાનું અનેકવિધ કાર્ય જમાવવામાં ખાસ તત્પર રહેશે અને આહારવિહારના અને જણાવેલા ઉપરાંત બીજા અનેક ઉપયોગી નિયમને એ આરેગ્યબુદ્ધિથી સ્વીકારશે અને પિતાના સંયોગો પ્રમાણે તબિયત જાળવવાની દૃષ્ટિએ એ અનુસરશે. આ બાબત એ ધર્મ પ્રકરણમાં નહિ લઈ જાય. (૧૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy