SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ માળાઓમાં, કાનનેામાં, વનમાં, વનખંડમા, ચાર ખુણાવાળી વાવમાં, ગોળાકાર વાવામાં, સાવરામાં તું તારા પરિવાર સહીત વિચરા હતા, અને વૃક્ષાનાં પાંદડાં તેમજ ફળાદિષ્ટ તેમજ ધણી જગાનું ઘાસ ખાઈને, ઘણાં જળાશયાનું પાણી પીને વિચરવા લાગ્યા. તે હાથી (તારા આગલા ભવ) શુસીર હાવાથી નિભૅયપણે અનુકુળ વિષયાની પ્રાપ્તિ હેાવાથી ઉદ્વેગ રહિત વિષયેાને ભાગવતા હતા. આવી રીતે અનુકુળ વિષયાને ભાગવતાં થકાં ઘણાં વર્ષો વીતી ગયાં. એકદા એક વર્ષીની પ્રાતૃતઋતુ, વર્ષાઋતુ, શરદઋતુ, હેમ તૠતુ અને વર્તતઋતુ એ પાંચ વસ્તુએ વીતી ગઈ, અને ગ્રીષ્મ ઋતુ બેઠી. તે ઋતુમાં જેઠ માસમાં ડાળાં પરસ્પર ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થયેા, અને તેને સુકાં ધાસ તેમજ પાંદડાં રૂપ કચરાએ મુદદ કરી. વળી વાયુએ તે મદદમાં ઉમેશ કર્યો. જેથી બુજ અગ્નિ એ મેાટા દાવાનળનું સ્વરૂપ ધારણ કર્યું. એ દાવાનળથી વનનેા મધ્ય ભાગ સળગવા લાગ્યા. દિશાએ ધુમાડા વડે વ્યાપ્ત થઈ ગઇ. જવા ળાએ તુટક પડતી તે વાયુ તેને સાંધતા. પેલાં ઝાડા પણ વચમાંથી બળવા લાગ્યાં. વનમાં વહેતી નદીઓનાં પાણી મરેલા મૃગનાં મડદાંથી ગંધાવા લાગ્યાં, ને તેનું સ્વચ્છતાપણું નાશ પામ્યું. તેના કાદવમાં કીડા ખદખદ થવા લાગ્યા. નાની નદીઓનાં પાણી દાવાનળના લીધે સુકાઇ ગયાં. ભંગારક પક્ષી દીનતા ભરેલા શબ્દ કરવા લાગ્યાં. વૃક્ષેા ઉપર રહેલા કાગડાઓ અત્યંત કઠોર અને અનિષ્ટ શબ્દો મેલવા લાગ્યા. પક્ષી તરસની પીડાથી પાંખા ઢીલી કરી, જીભ બહાર કાઢી, તાળવું દેખાય તેમ માઢું પડાળુ કરી શ્વાસોચ્છ્વાસ મુકવા લાગ્યાં. એક તે ગ્રીષ્મૠતુના તાપ, એટલું પુરતું હોય નહિ તેમ દાવાનળના અગ્નિએ તેમાં ઉમેરશ કર્યા. એ રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034556
Book TitleMeghkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorNagindas Hathisingh Shah
PublisherNagindas Hathisingh Shah
Publication Year1933
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy