________________
આપનાર ગુરૂઓ તથા તેમના સાગરીતે તેને મચક આપતા નથી. આ રીતે યોગ્ય કહેવાય નહિ. શા વાસ્તે દીક્ષા લેનાર પોતે માબાપની સાથે દલીલ કરી તેમને રાજી કરી પછી પોતે દીક્ષા લેતા નથી. વળી પિતે પરણેલ હોય તે, પિતે દીક્ષા લે તેથી નિરાધાર સ્ત્રીના ભરણપિષણની વ્યવસ્થા તેમણે કેમ ન કરવી જોઈએ ? આ સર્વ વાતને વિચાર દીક્ષા લેનારે કરી શાસ્ત્ર પ્રમાણે માબાપની અને હાલના દેશકાળને અનુસરી પિતાની સ્ત્રીની પણ રજા મેળવવી જોઈએ.
મેઘકુમાર માતાપિતાનું રાજ્યનું આમંત્રણ સાંભળી મૌન રહ્યા. શ્રેણિક રાજાએ મેઘકુમારને રાજ્યની ઈચછાવાળો જાણીને કૌટુંબિક પુરૂષોને બોલાવ્યા, અને આજ્ઞા આપી, કે હે દેવાનુપ્રિયા ! મેઘકુમાર વાસ્તે મેટા પ્રોજન વાળી, મોટા મુલ્યવાળી અને મહાપૂજ્ય વિપુલ રાજ્યાભિષેકની સામગ્રી શીધ્રપણે તૈયાર કરે.
કૌટુંબિક પુરૂષોએ રાજની આજ્ઞા મળતાં જ તેમણે જોઈતી સામગ્રી તૈયાર કરી.
સર્વ સામગ્રી તૈયાર થઈ એટલે શ્રેણિક રાજાએ ઘણા ગણનાયક, દંડ નાયક પ્રમુખ ઘણુ પરીવાર સહીત મેધકુમારને ૧૦૮ સુવર્ણ કળશ, ૧૦૮ રૂપાના કળશ, ૧૦૮ સુવર્ણ અને રૂપાને કળશ, ૧૦૮ મણના કળશ, ૧૦૮ સુવર્ણ અને મણના કળશ, ૧૦૮ રૂપા અને મણના કળશ, ૧૦૮ સુવર્ણ મણું અને રૂપાના કળશ, ૧૦૮ માટીના કળશ એમ કુલ ૮૬૪ કળશોમાં સર્વ તીર્થોનાં પવિત્ર જળ ભરીને, સર્વ જાતની કૃતિકા, પુષ્પ, ગંધ, માળા, ઔષધીઓ, અને સરસવ વડે પરિપૂર્ણ કરીને, સર્વ સ્મૃદ્ધિ વડે, સર્વ કાંતીવડે અને સર્વ સૈન્યવડે દુભીઓના નિર્દોષ અને પ્રતિવની વડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com