________________
'' પિતાને સ્વભાવે તે સ્વમ જેવા તેવા માણસને કહેવાનું છે. વિચિાણ, ડાહ્યા અને અમીર માણસને કહેવું જોઈએ. .
સારૂં સ્વમ આવ્યા પછી ગમે તેટલી રાત્રી હોય તે પણ જાગ રણ કરવું જોઈએ ને ધર્મધ્યાનમાં ચિત્ત પરોવવું જોઇએ કે જેથી ઉંધ આવી બીજાં ખરાબ સ્વમ આવી પ્રથમના સારા સ્વપ્રને બગાડે નહિ.
શ્રેણિક રાજાએ પ્રાતઃકાળે ઉડીને કૌટુંબિક પુરૂષોને બોલાવીને આજ્ઞા કરી કે હે દેવાનું પ્રિય બહારની ઉપસ્થાનશાળા (સભા) આજે શીધ્રપણે-ઘણીજ ઉતાળથી હંમેશના કરતાં અત્યંત રમણિય, સુગંધિત જળને છંટકાવ કરીને, સઘળો કચરે દુર કરીને, છાણવડે લીપાવીને, પવિત્ર પંચવર્ણનાં ઘણી સુગંધીવાળાં ખુલે છુટાં છુટાં વેરીને, સુગંધીત ધુ વડે સુગંધવાળી કરે, અને તેમ કરીને મારી આજ્ઞા પાછી સે.
શ્રેણિક રાજાની આવી આજ્ઞા સાંભળીને કૌટુંબિક પુરૂષોએ તે પ્રમાણે સર્વ કાર્ય કરી રાજાને ખબર આપી કે સ્વામીન ! આપની આજ્ઞા પ્રમાણે સર્વ કર્યું છે.
રાત્રી વિતીને પ્રભાત થશે, તે વખતે કમળો સૂર્યને દેખી વિકસીત થયાં. કાલીયાર મૃગનાં કોમળ નેત્ર નિદ્રા જવાથી વિકસ્વર થયાં. ત્યારપછી પ્રભાત વેતવર્ણવાળી થઈ. સતા અશોકની પ્રભા, કિંશુકનું ફૂલ, પોપટનું મુખ, ચણોઠીનો અર્ધ રીતે ભાગ, બપિરીક્ષાનું પુષ્પ, પારેવાના પગ અને આંખ, કાયલનાં નેત્ર, જસુહનાં (લ, જાજવલમાન અનિ, સુવર્ણ કલશ, હિંગળોનો સમુહ એ સર્વના રૂપથી જેની લમી અધિક ભાયમાન છે, એવો સૂર્ય થાય પા. દિવસ કરવા માટે સૂર્યનાં કિરણની પરંપરા નીચે ઉતારવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com