________________
૪
ઉદાર પ્રધાન સ્વપ્ન જોયું છે. તમે લ્યાણકારક અથવા નિરાગકારક સ્વપ્ન જોયું છે. તમે ઉપદ્રવના નાશ કરનાર વગેરે આગળ જણાવેલાં વિશેષણે સહિત સ્વપ્ન જોયું છે. આ સ્વપ્નથી તમને પુત્ર લાભ, ધનલાભ, રાજ્યના લાભ-રાજ્યમાં વધારા, ભેગ અને સુખને લાભ થશે. આ પ્રમાણે નિશ્ચે હું પ્રિયે તમે બરાબર નવ માસ અને સાડા સાત રાત્રિ પૂર્ણ થએ અમારા કુળના ધ્વજ સમાન, કુળ દીપક સમાન, કુળમાં પર્યંત સમાન, કાઈથી પરાભવ ન પામે એવા કુળના અલંકાર સમાન, તિલક સમાન, કુળની કીતિ કરનાર-વધારનાર, કુળને પાળનાર, આનંદ પમાડનાર, યશ વધારનાર, કુળના આધારરૂપ, કુળને વૃક્ષસમાન આશ્રય આપનાર તથા અતિ કામળ હાથપગવાળા પુત્રને પ્રસવશેા.
""
વળી તે પુત્ર બાલ્યાવસ્થાને મુકી કળાદિકના વિજ્ઞાનમાં પ્રવિણુ થઇ ચૈાવનવયને પામશે ત્યારે તે દાન દેવામાં અને આશ્રીત જાને પાળવામાં શૂર થશે, સંગ્રામમાં વીર-બહાદુર થશે. ભૂમિમંડળનું આક્રમણ કરવાથી પરાક્રમવાળા થશે. સૈન્ય અને ગવાદિક વાહનમાં વિસ્તારવાળા થશે. આ રીતે તે રાજ્યના પતિ સ્વતંત્ર રાજા થશે. હે દેવી ! તમે ઉદાર, આરાગ્યવધક, તુષ્ટીકારક, દી` આયુષ્યકારક અને *લ્યાણકારક સ્વપ્ન જોયું છે.” એ પ્રમાણે રાજા વારવાર તેની પ્રસંશા કરવા લાગ્યા.
ત્યારપછી તે ધારણીદેવી પેાતાના સ્વામીના મુખથી આવાં વચને સાંભળી ષિત થઈ, સંતાષ પામી, હ્રદયમાં આનંદ પામી, અંતે હાથનાં તળીઓ ભેગાં કરી-હાથ જોડી કહેવા લાગી. હે સ્વામીન ! આપ જે કહેા છે તે સત્યજ છે. તે વિતથ છે. તમારૂં વચન સંદેહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com